અધાગ મહેનત રંગ લાવી:પાટણમાં ખેતીકામ કરી ગુજરાન ચલાવતા ખેડૂતના પુત્રએ A-1 ગ્રેડ મેળવ્યો, ડોક્ટર બનવાનું સપનું

પાટણ12 દિવસ પહેલા
ડાબેથી પ્રિય પટેલ, વેદાંત પટેલ, મિહીર પ્રજાપતિ
  • મારે એમબીબીએસનો અભ્યાસ કરી ડોક્ટર બનવું છે, હું 12થી 13 કલાક વાચન કરતો હતો: વિદ્યાર્થી પ્રિય પટેલ

પાટણ જિલ્લામાં ધો-12 સાયન્સના આવેલા પરિણામમાં A-1 ગ્રેડમાં ત્રણ વિદ્યાર્થીઓ આવ્યા છે. જેમાં પાયોનિયર સ્ફુલ ઓફ સાયન્સનો પ્રજાપતિ મિહિર દીનેશકુમારે 650/599 માર્ક્સ મેળવ્યા છે. એસ.એમ. દેસાઈ ગોપાલક હાઈસ્કૂલના પટેલ પ્રિય વિમલ કુમારે 650/592 માર્ક્સ મેળવ્યા છે. જ્યારે બલીસણાની સી.વી. વિધાલયના પટેલ વેદાંત નરેશભાઈ ગામ કણીને 650/591 માર્ક્સ મેળવ્યા છે

પ્રિય પટેલ.
પ્રિય પટેલ.

દેસાઈ ગોપાલક હાઈસ્કૂલનાના વિદ્યાર્થી પ્રિય પટેલે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, મારે એમબીબીએસ અભ્યાસ કરી ડોક્ટર બનવું છે અને હું 12થી 13 કલાક વાચન કરતો હતો. પિતા વિમલભાઈએ જણાવ્યું હતું કે, હું સંડેર ગામમાં ખેતીકામ અને ઇલેક્ટ્રોકની દુકાન ચલાવુ છું. છેલ્લા ત્રણ વર્ષથી બાળકને ભણાવવા માટે સંડેર ગામથી પાટણની આલાપ સોસાયટીમાં રહીએ છીએ મારા બાળકને એમબીબીએસ કરવું છે. ડોક્ટર બનવું છે તે દિવસમાં 12 કલાક વાંચતો હતો.

પાટણની પાયોનિયર ઓફ સાયન્સમાં અભ્યાન કરતા પ્રજાપતિ મિહિર દિનેશ કુમારે A-1 ગ્રેડ મેળવ્યો છે. જે છેલ્લા બે વર્ષથી પાટણ પ્રજાપતિ હોસ્ટેલમાં રહેતો હતો અને દિવસ દરમિયાન 12 કલાક જેટલું વાંચન કરતો હતો. જેને આઇટી એન્જીનીયર બનવું છે. પિતા દિનેશ ભાઈ પરિવાર સાથે હારીજના અસલાડી ગામમાં ખેતી કરે છે.

વેદાંત પટેલ.
વેદાંત પટેલ.

પાટણના બાલીસણા ગામ સી.વી. વિધાલયમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા વેદાંત પટેલે A-1 મેળવ્યો છે. જે ત્રણ ચાર કલાક વાંચતો હતો. તેને આઇટી એન્જીનીયર બનવું છે. વેદાંત તેની મમ્મી અને બહેન જોડે બાલીસણા ગામે ભાડાના મકાનમાં રહે છે અને તેના પપ્પા જયપુરમાં આંગડીયા પેઢીમાં કામ કરે છે.

મિહીર પ્રજાપતિ.
મિહીર પ્રજાપતિ.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ગુરૂવારે સવારે માર્ચ-એપ્રિલ 2022માં લેવાયેલી ધો. 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ સવારે 10 વાગે વેબસાઇટ પર ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પાટણ જિલ્લાનું 73.11 ટકા પરિણામ જાહેર થયું હતું. નોંધનીય છે કે જિલ્લામાં ત્રણ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યુ હતું. નોંધનીય છે કે પાટણના 4 કેન્દ્રમાં પરીક્ષા લેવાઈ હતી. જેમાં પાટણ કેન્દ્રનું 74.09 ટકા, સિદ્ધપુરનું 68.40 ટકા, ચાણસ્મા કેન્દ્રનું 71.07 ટકા અને રાધનપુર કેન્દ્રનું 73.86 ટકા પરિણામ આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...