સારવાર દરમિયાન મોત:પાટણના કાકોશી ગામે ચાર વર્ષ અગાઉ સ્વર્ગવાસ પામેલી માતાની યાદમાં પુત્રએ ઝેરી દવા ગટગટાવી

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક - Divya Bhaskar
મૃતક
  • કાકોશી પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો

પાટણના કાકોશી ગામે 20 વર્ષના યુવાન પુત્રએ ચાર વર્ષ અગાઉ સ્વર્ગવાસ પામેલી માતાની યાદમાં ઉધઇ મારવાની દવા ગટગટાવી લેતા બે દિવસની સારવાર દરમિયાન મોત થયુ હતુ. આ બાબતે કાકોશી પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો.

સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે રહેતો 20 વર્ષીય સુરેશ બળવંતભાઇએ આઇટીઆઇ અભ્યાસ કરેલો હતો. જેની માતા 4 વર્ષ અગાઉ સ્વર્ગવાસ પામી હતી. ત્યારથી સુરેશ તેના પિતા અને નાનો ભાઇ ત્રણ જણા રહેતા હતા. સુરેશના ખભે રસોઇ તેમજ ઘર કામની તમામ જવાબદારી આવી ગઇ હતી. તેની મૃતક માતાને તે ખુબ યાદ કરતો હતો.

માતાની યાદ આતા સુરેશ અવાર નવાર મગજમાં તણાવ રહેતો હતો. જેણે સોમવારે સવારે તેના ગામમાં વાડામાં ઉધઇ મારવાની દવા ગટગટાવી લેતા તબિયત લથડી હતી અને તાત્કાલી સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખસેડ્યો હતો. તે વખતે સારવાર દરમિયાન તે ભાનમા આવતા તે પિતા સમક્ષ મોતનુ માતાની યાદ આવતા મગજમાં તણાવ રહેતો હોય એટલે ઉધઇની દવા પી લીધા જણાવ્યુ હતુ.

ત્યારબાદ બુધવારે સવાર 8 વાગ્યા અરસામાં ધારપુર સિવિલ હોસ્પીટલ ખાતે સારવાર દરમિયાન મોત થયુ હતુ. આ બાબતે મૃતકના કાકોશી પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો.

દીકરાને માતાની બહું માયા હતી
મૃતક સુરેશના પિતા બળવંતભાઇ મફાભાઇ પરમારે જણાવ્યુ હતું કે તેઓને સંતાનમાં ચાર દિકરા છે તેમાં સૌથી મોટો દિકરો પરણિત છે તે તેની પત્ની સાથે વડોદરા નોકરી કરે છે અને બીજા નંબરનો પણ વડોદરા રહે છે. જ્યારે ત્રીજા નંબરના સુરેશ અને નાનો દિકરો મારી સાથે ગામમાં રહેતા હતા. સુરેશ છૂટક મજૂરી કરતો અને રસોઇ સહિતનું ઘરનું તમામ કામકાજ કરતો હતો.તેને તેની માતાની ખૂબ માયા હતી.

અન્ય સમાચારો પણ છે...