ફરિયાદ:દીકરીને હેરાન કરવા મુદ્દે ઠપકો આપતા જમાઈ અને વેવાઈ-વેવાણે હુમલો કર્યો

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સાંતલપુરના મઢુત્રામાં હુમલો કરતાં ફરિયાદ

સાંતલપુરના મઢુત્રામાં રહેતા સીતાબેનના લગ્ન ભૂટકીયા ગામના રમેશભાઈ રામજીભાઈ સાથે કરવામાં આવ્યા હતા જેઓ ઘણા સમયથી મઢુત્રા ગામે રહેતા હતા હરખાભાઈ તેમજ પત્ની અને પુત્ર મઢુત્રા ગામે સુવાવડમાં ભાણીયાની અને દીકરીની ખબર કાઢવા આવ્યા હતા ત્યાં જમાઈને દીકરીને હેરાન કરવાનો ઠપકો હરખાભાઈ દ્વારા આપવામાં આવ્યો હતો ત્યારે જમાઈ રમેશભાઈએ ઘરમાં રહેલ ધારીયું લઈને સસરાને મારવા આવતા દીકરીની માતા ગોમતીબેન બચાવવા વચ્ચે પડ્યા હતા જેમાં ગોમતીબેનને ધારીયાની અણી લાગી જતા ઇજાઓ થવા પામી હતી.

જ્યારે કે દીકરીના સસરા રામજીભાઈએ ઘરમાંથી ખપાટ લઈને હરખાભાઈને માથાના ભાગે મારતા તેમજ દીકરીની સાસુ નવલબેન રામજીભાઈએ માર મારતા હોબાળો થતા આસપાસના લોકો થતા દોડી આવ્યા હતા. હરખાભાઈ ના પુત્ર દલસુખભાઈ દ્વારા જમાઈ રમેશભાઈ રામજીભાઈ સોલંકી તેમજ વેવાઈ રામજીભાઈ ગાભાભાઇ સોલંકી અને વેવણ નવલબેન રામજીભાઈ સોલંકી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...