તપાસ:લાલપુરમાં સિક્યુરિટીની ફરજ પર તાપણું કરતાં પુત્રનું મોત, પિતા બેભાન

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

સિદ્વપુરના લાલપુર ખાતે કંપનીના સિક્યુરીટી ફરજ દરમિયાન યુવાન તેની સાથે રાત્રે પિતાને લઇ ગયો હતો. તે બંને કંપની રૂમમાં તાપણુ કરતા કંઇક કેમિકલ સળગાવતાં બે પિતા-પુત્ર બેભાન અવસ્થામાં પડ્યા હતા. સવારે કંપનીના કર્મચારીઅો તપાસ કરતા પુત્રનું મોત મોત થયું હતું. જ્યારે પિતાને વધુ સારવાર માટે પાટણ ખાતે ખસેડ્યા હતા.

સિધ્ધપુર નજીક અાવેલી અેકલા અેન્જિનિયરિંગ કંપની લાલપુર ખાતે સિક્યુરીટીમાં ફરજ બજાવતાં કરણભાઇ વિનુભાઇ પ્રજાપતિ(ઉ.વ.22) રહે.બિલીયા મૂળ મહેરવાડા તા.ઊંઝા રવિવારે રાત્રે નોકરી જઇ રહ્યા હતા. તે વખતે તેના પિતા વિનુભાઇ ઉર્ફે વિનોદભાઇ ચતુરભાઇ પ્રજાપતિ સાથે લઇ ગયા હતા. રૂમમાં ઠંડી વધારે હોવાથી લોખંડનો ડ્રમ લઇને તેમા તાપણુ કર્યુ હતુ. બંને પિતા-પુત્ર તાપણુ કરી રહ્યા હતા. ત્યારે કોઇ અેવી બોટલ તાપણા નાખવાથી કેમીકલના ધુમાડાથી બન્ને બેભાન થઇ ગયા હતા તેમાં યુવાન મોત થયુ હતુ જયારે અાધેડને તાત્કાલી સારવાર અર્થે પાટણ ખાતે ખસેડ્યા હતા તેઅો સારવાર હેઠળ છે. અા અંગે મૃતકની માતા ભાવનાબેનઅે સિધ્ધપુર પોલીસ મથકે અકસ્માત મોતની નોંધ દાખલ કરી હતી.

તેની તપાસ અધિકારી પીઅેસઅાઇ વી.અે.લિમ્બાચીયા જણાવ્યુ કે મૃતકનું સિધ્ધપુર સિવીલમાં પીઅેમ કરાવ્યુ અને તેના વીસેરા લીધા અેફઅેસઅેલ રિપોર્ટ અાવ્યા બાદ સમગ્ર ધટના હકિકત બહાર અાવશે. હાલમાં મોતનુ ચોક્કસ કારણ કંઇ ના શકાય. બિલિયાના ઉપસરપંચ વિજયભાઇ પટેલઅે જણાવ્યુ કે પ્રજાપતિ વિનુભાઇ, ભાવનાબેન તેમનો અેકના અેક દિકરો કરણ મૂળ મહેરવાડા ઊંઝા પણ છેલ્લા 5 વર્ષથી બીલીયા ગામે રહે છે.

અન્ય સમાચારો પણ છે...