પાટણના વાતાવરણમાં પલટો:જિલ્લામાં ક્યાંક ભારે પવન ફૂંકાયો તો ક્યાંક ગાજવીજ સાથે અમી છાંટણા થયા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હવામાન ખાતાની આગાહીના પગલે પાટણ જિલ્લામાં સોમવારે બપોર બાદ વાતાવરણમાં આવેલા અચાનક બદલાવના કારણે સુસ્વાટા બંધ પવન સાથે કેટલાક પંથકમાં વરસાદની સાથે બરફના કરા પડ્યા હતા. .

પાટણ શહેરમાં સાંજે 5:00 વાગ્યા બાદ સુસવાટા બંધ પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા વાતાવરણ ધૂંધળું બન્યું હતું.પવનની સાથે સાથે મેઘરાજાએ પણ પોતાના અમીછાંટણા કર્યા હતા. પાટણ શહેરમાં આવેલા અચાનક બદલાવ અને પવનના સુસ્વાટા વચ્ચે શહેરીજનો માં ગભરાટ વ્યાપી જવા પામ્યો હતો. જોકે પાટણ શહેરમાં આવેલા વાતાવરણી બદલાવના કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોવાનું જાણી શકાયું ન હતું.

અન્ય સમાચારો પણ છે...