તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિનવારસી હાથી:દાંતીવાડાના સાતસણ ગામે કોઇ 4 હાથી મૂકી ગયું, લોકોના ટોળા એકઠાં થયા

દાંતીવાડાએક મહિનો પહેલા
 • બનાસકાંઠામાં બિનવારસી હાથી મળી આવતા ફોરેસ્ટ વિભાગ દોડતું થયું
 • પાલન શક્ય ન બનતાં છોડી દીધા હોવાની શક્યતા
 • વનવિભાગ, તિલક અને ત્રિશુલ દોરેલા માદા હાથીઓને મંજૂરી બાદ કેર સેન્ટરમાં લઈ જવાશે
 • વનવિભાગ વ્હારે આવ્યું, તરછોડેલા હાથીની તરસ છીપાવી

દાંતીવાડાના સાતસણમાં અંજની માતાના મંદિર પાસે સોમવારે મધરાતે અજાણ્યા શખ્સો ચાર માદા હાથીને બે ટ્રકમાં લાવી પગ સાંકળથી બાંધી જતા રહ્યા હતા.આ ઘટનાને લઈ આશ્ચર્ય સર્જાયું છે. સવારે લોકોએ વન વિભાગને બોલાવતા વનવિભાગે હાથીઓને કેર સેન્ટરમાં લઈ જવા ચક્રો ગતિમાન કર્યા હતા. પાલનપોષણ શક્ય ન બનતા છોડી દીધા હોવાની શક્યતા સેવાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર પંથકમાં પહેલી જ વાર આવી વિચિત્ર ઘટના ઘટતાં વન્યપ્રેમીઓ સહિત ગામલોકો પણ ચોંકી ઉઠ્યા હતા અને માદાહાથીઓ માટે ખોરાક પાણીની વ્યવસ્થા કરી હતી.

દાંતીવાડાના સાતસણ ગામમાં અંજની માતાના મંદિર પાસે આવેલી શ્રીસરકાર જમીનમાં રાત્રીના સમયે અજાણ્યા શખ્સો ચાર માદા હાથીને બે ટ્રકમાં લાવી સાંકળથી બાંધી ભાગી ગયા હતા. આ અંગે ગામલોકોને રાત્રે જાણ થઈ પરંતુ અન્ય કોઇ બહાર બોરવેલની ગાડી હશે પંરતુ વહેલી સવારે હાથીઓને સાંકળથી બાંધેલા જોઈ તુરંત પાંથાવાડા વન વિભાગને જાણ કરી હતી. જે બાદ વન વિભાગના અધિકારી ઘટનાસ્થળે પહોંચી વડી કચેરીને જાણ કરી સમગ્ર મામલથી અવગત કરાવ્યા હતા.

જે બાદ વનવિભાગના અધિકારીઓએ હાથીઓને પાણી તેમજ ખોરાકની વ્યવસ્થા કરી મેડીકલ ટીમ દ્વારા ચારેયની સ્વાસ્થ્ય ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ સ્થળનુ પંચનામું કરી હાથીઓને કોઈપણ પ્રકારનુ નુકસાન પહોચાડ્યું નથી વગેરે પાસાની ચકાસણી કરી ગુજરાત ચિફ વાઈલ્ડ લાઈફ વોર્ડેનને રિપોર્ટ સોંપવામા આવ્યો હતો. ત્યારબાદ વોર્ડેન દ્રારા જે બાદ હાથીને ગર્વેમેન્ટ માન્ય હાથી સંરક્ષણ અથવા કેર સેન્ટરમાં બનાસકાંઠા વન વિભાગ લઈ જવાશે. ત્યાં સુધી બનાસકાંઠા વન વિભાગની નિગરાની હેઠળ આ સ્થળ પર જ રાખવામાં આવશે. જોકે વન વિભાગે હાથી ક્યાંથી આવ્યા? કોણ મૂકી ગયું? કોઇ નેશનલ કે ઈન્ટરનેશનલ રેકેટ તો નથી વગેરે પાસાની તપાસ કરી રહી છે. જે સંદર્ભે આસપાસ રહેતા લોકો સાથે પણ વન વિભાગની ટીમે વાત કરી હતી. 3 માદા હાથીની ઉમર 15 થી 20 વરસ છે અને એકની ઉમર 30 વરસ છે.

હાથી મેરે સાથી
હાથીઓનો નિભાવ ખર્ચ કરવો મુશ્કેલ હોઈ હાથીઓને આ રીતે તરછોડી દીધા હોવાની શક્યતા સેવાઈ રહી છે . એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં હાથી ટ્રાન્સફર કરવા પરમિશન લેવી પડે છે. ત્યારે ચારેય હાથીને બે ટ્રકોમાં ભરી કેવી રીતે અહીં પહોંચ્યા તેને લઈ પણ અનેક તર્ક વિતર્ક છે.હાલમાં સ્થાનિક વન વિભાગ તરછોડેલા હાથીઓની વ્હારે આવ્યું છે.જ્યાં તેના ખોરાક અને પાણીની વ્યવસ્થા કરાઈ રહી છે.તસ્વીર કિરણ ત્રિવેદી

માદાહાથી કોણ મુકી ગયું તેની તપાસ કરાશે: આર.એફ.ઓ.
" અમને ગ્રામજનો દ્વારા જાણ કરતાં અમે ઘટના સ્થળ પર પહોંચી હાથી માટે ગ્રામજનોની મદદથી પાણી તેમજ ખોરાકની વ્યવસ્થા કરી છે. હવે આ હાથી કોણ મૂકી ગયું તે અંગે તપાસ કરીશું. - શક્તિસિંહ પરમાર (આર.એફ.ઓ. દાંતીવાડા)

તસ્કરી કરવામાં આવી હોય તેવી શકયતા જણાતી નથી
કોઈ સંસ્થાને હાથીઓ રાખવા પોષાય તેમ નહી હોય એવુ લાગી રહ્યુ છે. તમામ હાથી એકદમ ટ્રેઇન છે.તસ્કરી માટે આવુ કૃત્ય કર્યુ હોય તેવુ લાગતું નથી. હાથીના માથા પર તિલક અને ત્રિશુલ દોરેલા છે. તસ્કરી કરવામાં આવી હોય તેવી શકયતા જણાતી નથી છતાં આ બાબતે તપાસ કરાશે. - હસમુખ ચૌધરી (આર.એફ.ઓ.પાલનપુર)

મધરાત્રે બોરવેલની ગાડી આવી હશે તેમ માની ધ્યાન ન આપ્યું
​​​​​​​"હુ રાત્રિ ના અગિયાર વાગે ખેતરમાં હતો તે સમય દરમિયાન બે ટ્રક અને એક ફોરવ્હીલર ગાડી અહીં આવી હતી પંરતુ અમને લાગ્યું કે બોરવેલની ગાડી છે એટલે અમે ખાસ ધ્યાન આપ્યું નહી પંરતુ સવારે જોયું તો અહી હાથી સાંકળથી બાંધેલા હતા તેથી અમે તાત્કાલિક પાંથાવાડા વનવિભાગને જાણ કરી હતી.આથી તેઓ દોડી આવ્યા હતા.પ્રેમાભાઈ ચૌધરી (ગ્રામજન સાતસણ)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો