વન્યજીવની હત્યા:ચાણસ્માથી સેધા રોડ ઉપર કેટલાક શખ્સોએ સસલાનો શિકાર કર્યો, વનવિભાગે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાત્રી આપી

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાતથી આઠ શખ્સો સસલાનો શિકાર કરતા સ્થાનિકે વિરોધ કર્યો, શખ્સોએ સ્થાનિક પર પણ હુમલો કર્યો

ચાણસ્માથી સેધા રોડ ઉપર કેટલાક શખ્સોએ સસલાનો શિકાર કર્યો હતો. આ વિસ્તારમાં રહેતા પર્યાવરણ પ્રેમી પટેલ ભાવેશભાઈ આજે દિવસની લાઈટ હોવાના કારણે પોતાના બોરવેલ પર ગયા હતા તે સમયે સાતથી આઠ શખ્સો હાથમાં હથિયાર લઈને સસલાના શિકાર માટે નીકળ્યા હતા. જેથી ભાવેશભાઈએ તેમનો વિરોધ કરતા તેમના ઉપર પણ હુમલો કરવાની કોશિશ કરી હતી અને સસલા પર હથિયારથી હુમલો કર્યો હતો.

સ્થાનિકે ઈસમોના હાથમાંથી સસલુ છોડાવ્યું

ભાવેશ ભાઈએ આ ઈસમોના હાથમાંથી સસલુ છોડાવ્યું હતું, પરંતુ સસલાને ચાણસ્મા લઈને આવતા ત્યા સુધીમાં પ્રાણપંખેરું ઉડી ગયું હતું. જેથી તેને ચાણસ્મા વનવિભાગની ઓફિસ ઉપર લાવવામાં આવ્યું હતું. વનવિભાગના અધિકારીઓ દ્વારા આ સસલાનો કબજો લઈને તેની કાયદેસરની કાર્યવાહી કરવાની પૂરેપૂરી ખાત્રી આપવામાં આવી હતી.

ઈસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માગ

ભાવેશભાઈએ જણાવ્યું હતું કે, આમાંથી હું બે ઇસમોની નામજોગ ઓળખું છું. એ નામ પણ એમને વનવિભાગના અધિકારીઓને જણાવ્યા હતા. વનવિભાગના અધિકારીએ કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી અને સસલાનું પોસ્ટમોર્ટમ કરવા માટે જરૂરી કાગળો બનાવીને પશુ દવાખાને મોકલવામાં આવ્યું હતું. આવી રીતે ધોળા દિવસે વન્યજીવોની હત્યા કરવામાં આવે છે તેના ઉપર રોક લગાવવા માટે આવા ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટેની જે જોગવાઈ હોય તે કરવામાં આવે એવી માગ ભાવેશભાઈએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...