બનાસકાંઠા ભાભરના કારેલા ગામમાં રહેતા ખેત મજૂર ઠાકોર મહેશભાઈના 3 વર્ષના પુત્ર અશ્વિન શરીરે સ્વસ્થ અને હસતો રમતો હતો.ગત 27 નવેમ્બરના રોજ રમતા રમતા બેભાન થઈ ગયો અને શ્વાસ લઈ શકતો ન હોય પરિવાર તેને વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે લઈને દોડ્યાં પણ ત્યાં રોગનું નિદાન ના થતા અંતે પાટણ શહેરના ખાનગી હોસ્પિટલમાં બાળકને દાખલ કરવામાં આવ્યો હતો.
જ્યાં તેનું નિદાન કરતા GBS ( ગુલિયન બારીન સિન્દ્રોમ) એટલે કે મગજને કંટ્રોલ કરતી નશોની બીમારી હોવાનું સામે આવ્યું હતું. આ બાળકને હાલમાં આઈસીયુમાં વેન્ટિલેટર ઉપર રાખીને તેની સારવાર કરાઈ રહી છે. હાલમાં તેની સ્થિતિ ખૂબ જ નાજુક છે.
પાટણમાં હૉસ્પિટલમાં દાખલ અશ્વિનના પિતા ખેત મજૂર હોય તેમની સાથે વાતચીત કરતા જણાવ્યુ હતું કે નાની મોટી રકમ ભેગી કરતા માંડ 50 હજારની રકમ ઘરમાં હતી. મારા છોકરાને હોસ્પિટલમાં સારવાર માટે રોજના 15 હજારથી વધુ ખર્ચ થતો હોય પોતાના ઘરના તેમજ પોતાના સંબંધીઓના દાગીનાઓ વેચીને સારવાર કરાવી રહ્યા હતા.
તે પણ રકમ પૂરતી ના થતા અંતે એકમાત્ર ઘરના ગુજરાન માટે રહેલ કટકો જમીન પણ ગીરવે મૂકી દીધી છે. અત્યાર સુધીમાં સારવાર માટે તેમને ત્રણ લાખ રૂપિયા જેટલો ખર્ચ ગમે તેમ ઉછીના પાછીના પૈસા લઈ સારવાર કરાવી છે.પરતુ હવે આર્થિક સગવડ કે કોઈ વિકલ્પ ના હોય ભાગી પડ્યો હોય મારા પુત્રને બચાવવા માટે પોતાના સમાજ , સંસ્થાઓ અને સેવાભાવી લોકોને અપીલ કરી રહ્યો છું. ઠાકોર અશ્વિનની સારવાર માટે મદદરૂપ બનવા માંગતા લોકો તેમના પિતાનો મોબાઇલ નંબર 6351321201 ઉપર સંપર્ક કરી શકશે.
વાયરસથી થતી બીમારી 6 માસમાં 4 કેસ મળ્યા , 1 થી 10 લાખ ખર્ચે થાય : ડોક્ટર
હોસ્પિટલના ડૉ.દિપક મુડગલે જણાવ્યું હતું કે વિવિધ પ્રકારના વાઇરસોથી આ પ્રકારના ગંભીર રોગ થતો હોય છે. નાના બાળકથી વૃદ્ધ કોઈપણ આમાં આવી શકે છે. છેલ્લા 6 મહિનામાં જ ઉત્તર ગુજરાતમાંથી ચાર દર્દીઓ સારવાર માટે આવ્યા છે. એક સપ્તાહથી છ મહિના સુધી આની સારવાર ચાલે છે. રિકવર થવાનો 90 ટકા ચાન્સ છે.
10% મૃત્યુની શંકા રહેલી છે. અંદાજે એક લાખ રૂપિયાથી દસ લાખ રૂપિયા સારવાર માટે ખર્ચ થતો હોય છે. અશ્વિનની હાલત ખૂબ ખરાબ છે હાલમાં તે શ્વાસ પણ લઈ શકતો નથી એટલે કહીં શકાય નહીં કે કેટલા સમયમાં સ્વસ્થ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.