તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિગ્રી વગરનો ડોક્ટર:રાધનપુરમાંથી લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરતા ડિગ્રી વગરના ડોક્ટરને SOG પોલીસે ઝડપી પાડ્યો

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન અને મેડિકલના સાધનો સહિત રૂપિયા 42 હજાર 441નો મુદ્દામાલ જપ્ત

કોરોનાની મહામારી વચ્ચે લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરતા ડિગ્રી વગરના ડોક્ટરને પાટણ જિલ્લાના રાધનપુરમાંથી પાટણ એસઓજી પોલીસે ઝડપી લઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની મળતી હકીકત મુજબ, પાટણ જિલ્લાના તાલુકા મથક રાધનપુર શહેરમાં આવેલી ઓધવનગર ચોકડી નજીકની કેનાલ પાસેના રહેણાંકનાં મકાનમાં કોરોના મહામારીમાં લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરતો મેડિકલ ડિગ્રી વગરનો ડોકટર ચંદુ ભીખાભાઈ ઠાકોરને પાટણ એસઓજી પોલીસે બાતમીના આધારે રંગે હાથ ઝડપી લઈ મેડિકલનાં સાધનો, એલોપેથીક દવાનો જથ્થો અને ઇન્જેક્શન મળી અંદાજિત રૂ.42 હજાર 441નો મુદ્દામાલ પોલીસે હસ્તગત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કોરોના મહામારી વચ્ચે જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડાં કરતાં બોગસ ડોકટરને પાટણ એસ.ઓ.જી પોલીસ ઝડપી પાડ્યો હોવાની ઘટનાનાં પગલે પંથકમા મેડિકલ ડિગ્રી વગર ખાનગીમાં દવાખાના ચલાવતા બોગસ તબીબોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...