બોગસ ડોક્ટર:પાટણના ખાલીપુર ગામમાંથી એસઓજીએ નકલી તબીબની ધરપકડ કરી, ગેરકાયદેસર મેડીકલ પ્રેકટીસ કરતા ગુનો દાખલ

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઇન્જેકશનો, સ્ટેથોસ્કોપ તથા પ્રેગ્નન્સી તપાસવાની કીટ મળી કુલ રૂ.1290નો મુદ્દામાલ જપ્ત કર્યો

પાટણના ખાલીપુર ગામમાંથી કોરોનાની મહામારી વચ્ચે લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરતો ડિગ્રી વગરનો ડોકટર ઝડપાયો છે. જેમાં પાટણ એસઓજી પોલીસે નકલી તબીબને પકડી વાગડોદ પોલીસને સોંપતા વધુ તપાસ હાથધરી છે.

કોઇપણ જાતના મેડીકલ ડિગ્રી કે સર્ટીફીકેટ વગર કામ કરતો
પાટણ જિલ્લા કોરોના સમયમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતો નકલી ડોકટર પકડવાનો સીલ સિલો યથાવત રહ્યો છે. જેમાં પાટણ એસઓજી પોલીસે બાતમીના આધારે ખલીપુર ગામે પાંજરાપોળ પાસે આવેલી દુકાનમાં કોઇપણ જાતના મેડીકલ ડિગ્રી કે સર્ટીફીકેટ વગર રાજુજી સારજી ચતુરજી ઉ.વ -૩૦ રહે.નવા (બાવા હાજી) તા.સરસ્વતિ જી.પાટણ તબીબી પ્રેક્ટિસ કરી બીમાર લોકોને તપાસી એલોપેથીક દવા તથા ઇન્જેકશન આપી બીમાર લોકોના સ્વાસ્થય સાથે બેદરકારી ભર્યું કૃત્ય કરી ગેરકાયદેસર મેડીકલ પ્રેકટીસ કરતો હતો.

ક્લિનિકમાંથી દવા તથા સાધનો મળ્યા
પાટણ એસઓજીએ રેડ કરતા ક્લિનિકમાંથી દવા તથા સાધનો સાથે ઇન્જેકશનો, સ્ટેથોસ્કોપ તથા પ્રેગ્નન્સી તપાસવાની કીટ મળી કુલ રૂ.1290નો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે આઇ.પી.સી. કલમ 419 તથા મેડીકલ પ્રેક્ટીસનર એકટ કલમ 30 મુજબનો ગુનો વાગડોદ પોલીસ સ્ટેશ ખાતે દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...