તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૈયારીઓ:સોફ્ટવેર પાસ ; હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની બીજા તબક્કાની 19 જૂનથી પરીક્ષા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી બીજા તબક્કામાં 19 જૂનથી 78 હજાર છાત્રોની 24 પરીક્ષાઓ અલગ અલગ સેશનમાં લેશે
  • પ્રથમ વર્ષે ટેક્નિકલ અને સર્વરની ખામીઓને લઈ બીજી વાર પરીક્ષાઓ લેવી પડી હતી
  • આ વર્ષે પ્રથમ તબક્કામાં 16500 છાત્રોની 13 પરીક્ષાઓમાં કોઈ ટેક્નિકલ ખામીઓ ન સર્જાઇ

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષા પદ્ધતિમાં પ્રથમ તબક્કાની 16500 છાત્રોની 13 પરીક્ષાઓ લેવામાં સોફ્ટવેર સફળ રહેતા પરીક્ષા વિભાગે બીજા તબક્કાની પરીક્ષાઓ લેવાની તૈયારી શરૂ કરી છે. આગામી 19 જૂનથી 78 હજાર છાત્રોની 24 પરીક્ષાઓ લેવામાં આવશે.યુનિવર્સિટી દ્વારા પ્રથમવાર ઓનલાઇન પરીક્ષા લીધી હતી. જેમાં સોફ્ટવેર ફેઈલ થતાં છાત્રોને અનેક મુશ્કેલીઓને પરીક્ષા બગડતાં ફરી ઓફલાઈન લેવાનો વારો આવ્યો હતો.

પરંતુ આ વર્ષે ઓનલાઇન પરીક્ષામાં સંખ્યાનું વિભાજન કરી પરીક્ષાઓ લેવામાં આવતાં યોગ્ય રીતે સોફ્ટવેર ચાલતાં 8 જૂનથી શરૂ થયેલી 17 જેટલી પરીક્ષાઓ પૈકી 13 પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થવા પામી છે. ત્યારે હાલમાં પ્રથમ તબક્કામાં બી.એ., બી.એડ સેમ 3 અને સેમ-5, બી.એસ.સી બી.એડ સેમ 3 અને સેમ 5 મળી ચાર પરીક્ષાઓ બાકી છે જે 17 જૂને પૂર્ણ થશે.

હાલમાં 16500 છાત્રોની પરીક્ષા લેવામાં સોફ્ટવેર પાસ રહેતા પરીક્ષા વિભાગે રાહત સાથે બીજા તબક્કાની તૈયારી શરૂ કરી છે. બીજા તબક્કાની 19 જૂનથી પરીક્ષાઓ શરૂ થશે. જેમાં 78087 છાત્રોની 24 પરીક્ષાઓ યોજાશે. જે 26 જૂન સુધીમાં પૂર્ણ થશે.

અન્ય સમાચારો પણ છે...