કાર્યક્રમ:સોશિયલ મીડિયા વિદ્યાર્થીઓ માટે મિત્ર તેમજ શત્રુ બંને છે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટીમાં ઓનલાઈન સંવાદ યોજાયો

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા સોશિયલ મીડિયા અને યુવા વિદ્યાર્થી વિષય પર ગુરુવારે ઑનલાઈન ‘બુધવારિયું’ કાર્યક્રમ યોજાયો હતો.યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જે .જે. વૉરાની અધ્યક્ષતામાં બુધવારિયું કાર્યક્રમ અંતર્ગત સોશિયલ મીડિયા અને યુવા વિદ્યાર્થી વિષય પર કોમ્પ્યુટર વિભાગના ટેકનિકલ આસિસ્ટન્ટ મૌલિકભાઈ પટેલનું પ્રેરણાદાયી ઉદબોધન રાખવામાં આવ્યું હતું.

જેમાં વક્તાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ માટે સોશિયલ મીડિયા પર યોગ્ય સમયે જરૂરી માહિતી મળતી રહેશે. જેના ઉપયોગ થકી દુનિયાભરથી જોડાવવા ઉપરાંત આગળ વધી શકો છો પરંતુ બેદરકારી અને સમયના વય થકી જિંદગીમાં ક્યારેક મોટી મુશ્કેલીમાં પણ મુકાઈ જવાય છે.

જેથી સોશ્યલ મીડિયાનો સદપ્રયોગ કરો તો મિત્ર અને દુરૂપયોગ કરો તો દુશ્મન સમાન ગણાવ્યું છે. તજજ્ઞ વક્તાઓના વિસ્તૃત માર્ગદર્શન બાદ પ્રશ્નોત્તરીકાળમાં વિદ્યાર્થીઓએ વિષયને અનુરૂપ પૂછેલા વિવિધ પ્રશ્નોના ઉત્તર પણ આપ્યા હતા. આ કાર્યક્રમમાં અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...