તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં 71 હજાર કરતા વધુ લોકોને કોરોનાની રસી આપવામા આવી

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
 • મેગા વેક્સિનેશન ડ્રાઈવ અંતરગ્ત 43 હજાર લોકોને પ્રથમ ડોઝ અપાયો

જિલ્લાના તમામ વરિષ્ઠ નાગરિકો અને કો-મોર્બિડિટી ધરાવતા નાગરિકોના રસીકરણના લક્ષ્યને પરિપૂર્ણ કરવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી મૅગા વેક્સિનેશન ડ્રાઈવ અંતર્ગત 42,964 જેટલા નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું. એટલે કે જિલ્લાના 50 ટકાથી વધુ વરિષ્ઠ નાગરિકો અને કો-મોર્બિડિટી ધરાવતા નાગરિકોએ રસી લઈ પોતાના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરી છે. જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી અને જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખના માર્ગદર્શન હેઠળ તા.60 માર્ચથી 60 વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકો અને 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર બિમારી ધરાવતા નાગરિકોને કોરોના વાયરસ સામે રક્ષાકવચ પુરૂં પાડવા રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્લાના 71,216 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. વિવિધ વિભાગો સહયોગથી આરોગ્ય વિભાગના કર્મયોગીઓએ તા.25 માર્ચથી તા.28 માર્ચ સુધીમાં ચાર દિવસમાં 15,824 લોકોને રસી આપવામાં આવી. જ્યારે છેલ્લા દસ દિવસથી ચાલી રહેલી મૅગા વેક્સિનેશન ડ્રાઈવ અંતર્ગત 42,964 નાગરિકોએ રસી લઈ કોરોના વાયરસને નાબૂદ કરવા કટીબદ્ધતા દર્શાવી છે. પ્રજાજનો સાથે સીધો સંવાદ સાધી વહિવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓથી લઈ ગ્રામ્ય કક્ષાના કર્મચારીઓએ જનમાનસમાં રહેલી રસી અંગે ફેલાયેલી ભ્રામક માન્યતાઓ અને અફવાઓનું ખંડન કરી રસીની સલામતીનો વિશ્વાસ અપાવી રહ્યા છે. જેના પરિણામે વધુને વધુ નાગરિકો કોરોના પ્રતિરોધક રસી લેવા માટે પ્રેરાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો