મહિલાઓના રાજકાજ:જિલ્લામાં અત્યાર સુધીમાં 11 મહિલા વિધાનસભા ચૂંટણી લડી છે

પાટણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓને 1980થી તક મળવાની શરૂઆત : એકમાત્ર આનંદીબેન પટેલ ચૂંટાઈને ધારાસભામાં ગયા

પાટણ જિલ્લામાં ચાર વિધાનસભા મતવિસ્તારની ચૂંટણી ના પડઘમ શરૂ થઈ જતા રાજકીય ગરમી અને રાજકીય ગતિવિધિઓ ધમધમી રહી છે ત્યારે પાટણ મત વિસ્તારમાં ફરી એકવાર મહિલા ઉમેદવાર ભાજપ દ્વારા મેદાનમાં ઉતાર્યા છે. અત્યાર સુધીની વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લામાં 10 મહિલાઓએ 13 વખત ચૂંટણી જંગ ખેલ્યો હતો. હવે ભાજપના ડો.રાજુલ દેસાઈ 11 મો મહિલા ચહેરો મેદાનમાં આવ્યો છે જેને લઇને મહિલા વર્ગમાં ચર્ચાઓ શરૂ થઈ છે.

પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થામાં મહિલાઓને પુરુષ સમોવડી બનાવવા માટેના પ્રયાસો છેલ્લા 4-5 દસકાઓથી થઈ રહ્યા છે. મહિલા સશક્તિકરણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ભાર અપાઈ રહ્યો છે તેમના આર્થિક ઉત્કર્ષ માટે વિવિધ યોજનાઓ ચાલી રહી છે. નવી આવી રહી છે. રાજકીય ક્ષેત્રે પણ મહિલાઓ નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળી રહી છે.જોકે, રાજકીય પક્ષોના સંગઠન સિવાય ચૂંટણીના મેદાનમાં અને તેમાં પણ વિધાનસભા-લોકસભા ચૂંટણી મેદાનમાં હજુ મહિલાઓ માટે મેદાન મોકળું થયેલ નથી.

ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતો, નગરપાલિકા, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓ માટે અનામત સીટો હોવાથી તેમાં મહિલાઓ ચૂંટાઈ રહી છે. જોકે વિધાનસભા ચૂંટણી જંગમાં મહિલા ઉમેદવારોની હાજરી જિલ્લામાં માત્ર નહીવત રહી છે. જિલ્લામાં વર્ષ 2012માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી સુધીમાં માત્ર 9 મહિલાઓ ચૂંટણી મેદાનમાં ઉતરી હતી તેમાંથી 3 મહિલાઓએ બે વખત ચૂંટણી લડતાં 13 વખત ઉમેદવારી થઈ હતી.

જેમાં એકમાત્ર ભાજપના પાટણના ઉમેદવાર પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં રાજ્યપાલ છે તેવા આનંદીબેન પટેલ બે વખત ચૂંટાઈને વિધાનસભામાં જઈ શક્યા હતા. વર્ષ 2022માં યોજાઇ રહેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપ દ્વારા પાટણના કંબોઈના મૂળ વતની અને બનાસકાંઠાના ડીસા ખાતે રહેતા રબારી પરિવારના લો કોલેજના પ્રિન્સિપાલ ડો.રાજુલબેન દેસાઈને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.

એકાદ દોઢ દસકામાં મહિલાઓને જાગૃતિ વધી
ચૂંટણીઓમાં મહિલાઓની ઉમેદવારી અંગે શિક્ષણવિદ અને સમીક્ષક ડો. જે.એચ.પંચોલીએ જણાવ્યું કે રાજકીય ક્ષેત્રે સ્ત્રીઓને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે તે સારી વાત છે. કારણ કે પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ પ્રમાણિક ગણાય છે .મહિલાઓ અને યુવાનોનો રાજકારણમાં વિશ્વાસ વધે તેવા પ્રયાસો કરવાની જરૂર છે. પાછલા એકાદ દોઢ દસકામાં મહિલાઓને જાગૃતિ વધી છે અને ગતિવિધિઓ પણ વધી છે.

ચૂંટણી લડીને રાજકીય દિશા ચીંધનાર મહિલાઓ
નામબેઠકપક્ષવર્ષ
1)સરોજબેન પંડ્યાપાટણકોંગ્રેસ1980
2)પુષ્પાબેન પટેલસમીદુરદર્શી1985
3)દેવીબેન ભીલપાટણઅપક્ષ1990/1995
4)પ્રેરણાબેનચાણસ્માઅપક્ષ1995
5)કમુબેન ઠાકોરસમીઅપક્ષ1998-2002
6)સમુબેન ઠાકોરરાધનપુરઅપક્ષ1998
7)આનંદીબેન પટેલપાટણભાજપ2002/2007
8)રાજબા ઠાકોરસિદ્ધપુરબસપા2007
9)લીલાબેન પ્રજાપતિપાટણઅપક્ષ2012
10)ભાનુમતિબેન પટેલચાણસ્મા

નવીન ભારત નિર્માણ મંચ 2017

11) ડો.રાજુલબેન દેસાઈપાટણભાજપ2022
અન્ય સમાચારો પણ છે...