તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરો ત્રાટક્યા:પાટણમાં બે જ્વેલર્સની દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી, 13 કિલો ચાંદી સહિત કુલ 7.39 લાખની ચોરી કરી

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હિંગળાચાચર ચોકમાં તિરુપતિ જવેલર્સનું શટર અને યમુનાજી જવેલર્સના 5 તાળાં તોડી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો
 • મેઈન બજારમાં પોલીસના CCTVની 100 મીટરના અંતરમાં બે જ્વેલર્સમાં ચોરી દુકાનોના સીસીટીવી,ડીવીઆર પણ લઇ ગયા

પાટણ શહેરમાં ઘરફોડ ચોરીઓ બાદ હવે તસ્કરો દ્વારા બજારમાં દુકાનોને નિશાન બનાવી રહ્યા છે.ત્યારે મેઈન બજારમાં પોલીસના સીસીટીવીની 100 મીટરના અંતરમાં આવેલ બે જવેલર્સના તાળા તોડી 13 કિલો ચાંદી સહીત મુદામાલ મળી કુલ કિંમત 7.39 લાખની ચોરી કરી દુકાનોના સીસીટીવી સાથે ડીવીઆર પણ સાથે લઇ ગયા હતા.સવારે વેપારીઓને જાણ થતા પોલીસ જાણ કરતા પોલીસે તપાસ શરૂ કરી હતી.ત્યારે એક જવેલર્સની તિજોરી નંબર કોર્ડન લોક વાળી હોઈ ન ખુલતા લાખો રૂપિયાના સોના ચાંદીના ઘરેણાં બચી ગયા હતા.

પાટણ શહેરના હિંગળાચાચર ચોકમાં આવેલ મોદી વિશાલની તિરુપતિ જવેલર્સ સોમવારે બંધ કરી રાત્રે 8 વાગે ઘરે ગયા બાદ મોડી રાત્રે તસ્કરો દ્વારા દુકાનનું અડધું શટર તોડી અંદર પ્રવેશ કરી દુકાનમાં ડિસ્પ્લે કાઉન્ટરમાં મુકેલ ચાંદીની બનાવેલ વાસણની વસ્તુઓ તેમજ ઘરેણાં અને 2 તિજોરીઓના લોક તોડી અંદર પડેલ ચાંદીની વસ્તુઓ મળી કુલ 4.56 લાખનો મુદામાલ ચોરી કર્યો હતો.વધુમાં દુકાનમાં લગાવેલ સીસીટીવી તોડી આખું ડીવીઆર પણ સાથે લઇ ગયા હતા.

ત્યારબાદ થોડા અંતરે આવેલ સોની મેહુલ પ્રહલાદભાઈની શ્રી યમુનાજી જવેલર્સની દુકાનની લોખંડની જાળી બાદ શટરના લોક તોડી દુકાનમાં તસ્કરોએ પ્રવેશ કરી ચાંદીના વાસણો સહીત વસ્તુઓ મળી કુલ 2.58 લાખનો મુદામાલ ચોરી કર્યો હતો.ત્યાં પણ ચોરોને સીસીટીવીમાં આવી જવાના ભયને લઇ તેઓએ ખાનામા મુકેલ આખું ડીવીઆર કાઢી લઇ ગયા હતા.

બન્ને દુકાનો માંથી કુલ 7.39 લાખ રૂપિયાના ચાંદીના મુદામાલની ચોરી કરી પલાયન થઇ ગયા હતા.ત્યારે વહેલી સવારે દુકાનો તૂટી હોવાનું વેપારીઓને અન્ય લોકો દ્વારા જાણ કરતા દોડી આવ્યા હતા.અને પોલીસને જાણ કરતા ડીવાયએસપી સહીત એફએસએલની ટિમ ઘટના સ્થળે આવી ચોરોને પકડવા તપાસનો દોર શરૂ કર્યો હતો.

શહેરમાં સીસીટીવી છતાં સુરક્ષા નહીં
શહેરમાં પોલીસે સીસીટીવી કેમેરા લગાવ્યા છે.પરંતુ તસ્કરોમાં તેનો કોઈ ભય ન હોઈ તેમ સીસીટીવી કેમેરાની સામે આવેલ બન્ને દુકાનોના તાળા તોડી ભરબજારમાં લાખો રૂપિયાના મુદામાલ લઇ ગયા છે. સીસીટીવી હતા.પરંતુ ચોરો હવે શાણા બની રેકોર્ડ થાય તે ડીવીઆર જ આખું ઉપાડીને લઇ ગયા છે.જેથી સીસીટીવી કેમેરા પણ હવે ચોરીઓ રોકવા માટે સક્ષમ રહ્યા નથી.તેવું લોકોમાં ચર્ચાસ્પદ બન્યું છે.

મુખ્ય બજારમાં જ ચોરી આ તો હદ થઈ કહેવાય
મુખ્ય બજારમાં ચોરીની ઘટનાને પગલે સવારે વેપારીઓ અને રાહદારીઓ અચંબિત થયા હતા. વર્ષો અગાઉ મુખ્ય બજારમાં જ્વેલર્સ ચોરી થઈ હતી ફરી એકવાર આવું થયું છે આ વખતે તો સીસીટીવી કેમેરા પણ છે છતાં તસ્કરોને તક કઈ રીતે મળી. હવે સુરક્ષિત કઈ રીતે રહી શકાય તેવી ચર્ચાઓ અંદરોઅંદર ચાલી હતી.

પોલીસ ના નીકળતી હોય તેવા ટાઈમની રેકી કરી હોવી જોઈએ તેવું અનુમાન
કેટલાક લોકોના મતે પોલીસનું પેટ્રોલિંગ ચાલતું હોય છે શહેરમાં અને હાઇવે ઉપર છતાં મુખ્ય બજારમાં મુખ્ય દરવાજા તોડીને ચોરી થઈ છે એટલે તસ્કરોએ પોલીસના નીકળવામાં વધારે સમય જતો હોય તેવા સમય માટે રેકી કરી હોવી જોઈએ તો જ મુખ્ય રોડ ઉપર જ દરવાજા તૂટે. દરવાજા તોડવા માટે પણ સાધન સામગ્રી ઉપયોગમાં લેવાઈ હશે .તેનો અવાજ પણ થતો હશે .આવા તર્ક લોકોમાં થઇ રહ્યા છે.

યમુનાજી જ્વેલર્સમાં નંબર કોર્ડના લોકવાળી તિજોરી ન ખુલતા લાખોના ઘરેણાં બચ્યા
તિરુપતિ જવેલર્સમાં તિજોરીઓ તૂટી જતા તમામ માલ ચોરી ગયા હતા.પરંતુ યમુનાજી જવેલર્સ જૂની અને મોટી દુકાન હોઈ વેપારી દ્વારા સોના અને ચાંદીના તમામ ઘરેણાં મુકવા માટે મોટી મજબૂત લોખંડની તિજોરી ઉપરાંત નંબર કોર્ડના લોકવાળી તિજોરી બનાવેલી છે.જેથી ચોરો દ્વારા તોડવા માટે અનેક પ્રયાસ કરવા છતાં તિજોરી ખોલી શક્યા ન હતા.જેમાં સોનાના અને ચાંદીના દુકાનના તમામ લાખો રૂપિયાના ઘરેણાં હતા.જે બચી ગયા હતા તેવું દુકાનના માલિક સોની પ્રહલાદભાઈએ જણાવ્યું હતું.

સીસીટીવી ફૂટેજ આધારે ટિમો તપાસમાં લાગી
તપાસ અધિકારી ડીવાયએસપી સી.એલ સોલંકીએ જણાવ્યું હતું કે બન્ને દુકાનોમાં થયેલ ચોરીની ઘટનામાં એફએસએલની ટિમો દ્વારા પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે.ચોકમાં લાગેલા સીસીટીવી ફુટેજમાં ઘટનાની કેટલાક અંશો કેદ થયા છે.ત્યારે તમામ બાબતોની ચકાસણી કરી ચોકસાઈ પૂર્વક ચોરોનો પકડવા માટે અલગ અલગ ટિમો બનાવી કામગીરી શરૂ કરવામાં આવેલ છે.

13 કિલો ચાંદી ચોરાઈ

તિરુપતિ જવેલર્સમાં
28 ચાંદીની પાયલ રૂ.1.45 લાખ, ચાંદીની 4 કોબીઓ રૂ.44,800, 15 ચાંદીના જુડા અને કેડ કંદોરા રૂ.1.6 લાખ, ચાંદીની મૂર્તિઓ અને વાસણ - રૂ.44,800, છત્તર, હોડી, સીસી ધજા, ચાંદીની કડી સહિતની વસ્તુઓ રૂ.1,15,600,કુલ ચાંદી 8.400 કિલોગ્રામ રૂ.4.56 લાખ

શ્રી યમુનાજી જવેલર્સમાં
જર્મન સિલ્વરના થાળી વાટકા ગ્લાસ અને 1 ટ્રે -રૂ. 19,500, ચાંદીની 2 ઝારી રૂ.26,000, ચાંદીના 2 કળશ રૂ.40,000, 16 ચાંદીની મૂર્તિ રૂ.24,500, ચાંદીની તલવાર રૂ.40,000, ચાંદીની અન્ય નાની મોટા વાસણો અને વસ્તુઓ -રૂ. 1,23,400 કુલ ચાંદી 4.500 કિલો ગ્રામ રૂ.2.53 લાખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો