તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંદિરમાં ચોરી:પાટણના ભદ્ર વિસ્તારમાં આવેલા દત્ત ભગવાનના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું, બે લાખની ચોરી કરી તસ્કરો પલાયન

પાટણએક મહિનો પહેલા
મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું
 • ભગવાનના મુગટ, પાદુકા અને કમંડળ સહિતના સોના ચાંદીના દાગીના ઉઠાવી તસ્કરો ફરાર થઇ ગયા
 • પોલીસના રાત્રી પેટ્રોલિંગના દાવા પોકળ સાબીત થયા

હોળી-ધુળેટીની મોડી રાત્રે અજાણ્યા તસ્કરો દ્વારા પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલા દત્ત મંદિરને નિશાન બનાવી ભગવાનના સોના-ચાંદીના આભૂષણો, કિંમતી દર દાગીના સહિતની ચીજવસ્તુઓની ચોરી કરી અંદાજીત રૂપિયા બે લાખની તસ્કરી કરી પલાયન થયા હોવાની ઘટનાને પગલે દત્ત ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા ભક્તજનોમાં સનસનાટી મચી જવા પામી હતી. આ બાબતે મંદિરના પુજારી દ્વારા ટ્રસ્ટી મંડળને જાણ કરાતા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

દત્ત મંદિરમાં થયેલી ચોરીની મળતી હકીકત મુજબ, પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલ દત્ત ભગવાનના મંદિર પરિસરની હાલમાં જીણોધારની કામગીરી પુરજોશમાં ચાલતી હોવાથી મંદિર પરિસર ઉપરના પડી ગયેલા દરવાજાને ઉતારી લેવામાં આવ્યા છે. જેનો લાભ ઉઠાવી હોળીની રાત્રે કોઈ અજાણ્યા તસ્કરોએ આ ખુલ્લી સીડીમાંથી મંદિરમાં પ્રવેશ કરી દત ભગવાનના સોના-ચાંદીના મુગટ, આભૂષણો, પાદુકા, કમંડળ સહિતના અંદાજીત રૂપિયા બે લાખની ચોરીને અંજામ આપીને અજાણ્યા તસ્કરો ફરાર થઈ ગયા હતા.

બે લાખની ચોરી કરી તસ્કરો પલાયન
બે લાખની ચોરી કરી તસ્કરો પલાયન

વહેલી સવારે ઘટનાની જાણ થઇ
વહેલી સવારે મંદિર પરિસરમાં આવેલા પૂજારીને ચોરીની ઘટનાની જાણ થતા તેમણે દત્ત ભગવાનના મંદિર ટ્રસ્ટીઓને જાણ કરી હતી. તો આ બાબતે ટ્રસ્ટી મંડળ દ્વારા પાટણ પોલીસમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક આવેલા શ્રી દત્ત ભગવાનના મંદિર પરિસરને તસ્કરોએ નિશાન બનાવી હોવાની ઘટનાને પગલે પોલીસ તંત્રના રાત્રી પેટ્રોલિંગના દાવા પોકળ સાબીત થયા છે, જેને લઇને લોકોમાં પોલીસની કામગીરીને લઇને નારાજગી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો