તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરોનો આંતક:પાટણ શહેર મા સતત બીજે દિવસે તસ્કર ત્રટક્યા

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરમાં તસ્કરોનો આંતક દિનપ્રતિદિન વધી રહ્યો છે.શહેરમાં બે જવેલર્સમાં 13 કિલો ચાંદીની ચોરીની સહિ ભૂંસાય એ પહેલા જ બીજા દિવસે શહેરમાં દિવસે ઘરમાંથી 1.30 લાખના મુદામાલની ચોરીના બનાવ બાદ રાત્રે એક બેંકના એટીએમ તોડવાનો પ્રયાસ તેમજ એક દુકાનનું તાળું તોડી અંદર પડેલ તિજોરી ન ખુલતા 5500 રૂપિયા અને જરૂરી બીલો અને કાગળો ભરેલ આખી તિજોરી જ ચોરો ઉઠાવી ગયા છે.

એક જ દિવસમાં 3 સ્થળો પર ચોરીના બનાવોને લઇ શહેરમાં તસ્કરોના આતંકને લઇ શહેરીજનો પોતાની મૂડી અને માલની સુરક્ષાને ને લઇ ભયભીત બન્યા છે.ત્યારે શહેરમાં પોલીસના સતત પ્રેટ્રોલિંગ અને સીસીટીવીની બાજ નજર વચ્ચે તસ્કરો બેફામ ચોરીઓને અંજામ આપી રફુચક્કર થઇ રહ્યા પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યાં છે.

શહેરના ચતુર્ભુજ બાગ પાસે કુણઘેર ખાતે રહેતા પટેલ પિયુષભાઈની ખેત બીજ કેન્દ્ર નામની બિયારણની દુકાન આવેલી છે.જે રાત્રે બંધ કરીને ગયા હતા.ત્યારે રાત્રી દરમ્યાન તસ્કરો દ્વારા દુકાનના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો.અને દુકાનમાં કોઈ મુદામાલ કે અન્ય રોકડ ન હોઈ અંદર પડેલ અંદાજે 25 કિલોની તિજોરી ખોલવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ અંતે ન ખુલતા તેઓ અંદર મોટી રકમ હોવાની આશાએ આખી તિજોરી જ સાથે ઉપાડીને લઇ ગયા હતા.ત્યારે વહેલી સવારે સામે અન્ય વેપારીને તેમની દુકાન તૂટેલ હોવાનું જોવા મળતા તેમને જાણ કરતા દોડી આવ્યા હતા.અને આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસે વેપારીના નિવેદન આધારે તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો