તસ્કરો બેફામ:પાટણનાં વેપારીની સિદ્ધપુરના કલાણા ગામે આવેલી દુકાનમાંથી તસ્કરો ચાંદીના દાગીના ચોરી ગયા

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

સિદ્ધપુર તાલુકાનાં કલાણા ગામે આવેલી એક દુકાનમાંથી કોઈ અજાણ્યો શખ્સ ચાંદીનાં દાગીના અને ચાંદીની મુર્તિઓ મળી કુલે રૂ 26000ની મતાની ચોરી કરી લઈ ગયો હતો. આ અંગેની મળતી માહિતી મુજબ પાટણ શહેરનાં રાણીની વાવ જવાનાં માર્ગે આવેલી સૃષ્ટીવિલા સોસાયટીમાં રહેતા અને સિધ્ધપુરનાં કલાણા ગામે દુકાન ધરાવતા કુણાલભાઈ હર્ષદભાઈ રામી છેલ્લા ત્રણેક વર્ષથી સિદ્ધપુરનાં કલાણા ગામે ભાડેથી દુકાન રાખીને અહી પાટણથી ચાંદીનાં તૈયાર દાગીના લાવી વેચવાનો વેપાર કરે છે. તેમની દુકાનમાંથી ગત તા. 16મી અને તા. 17મી દરમ્યાન કોઈ શખ્સ દુકાનનાં પાછલા ભાગમાં આવેલા લાકડાનાં દરવાજાને તોડીને દુકાનમાં પ્રવેશ્યો હતો. અને અંદર દુકાનનાં ટેબલનાં ખાનામાં મુકેલા ચાંદીનાં દાગીના જેવા કે મંગળસૂત્ર, વિંટીઓ અને અન્ય દાગીનાઓ તથા ચાંદીની મૂર્તિ મળી કુલ નંગ-110ની કિંમત રૂ. 26000ની મતાની ચોરી કરી ગયો હતો. જે અંગેની તેમને જે તે વખતે કોઈએ ફોન કરતાં તેઓ દુકાને દોડી ગયા હતા. અને અત્યાર સુધી પોતાની રીતે તપાસ કરી હતી. પરંતુ તેમને આ ચોરી અંગે કોઈ જાણકારી ન મળતાં તેમણે ફરીયાદે નોંધાવી હતી. બનાવની તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...