તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીજવાયરની ચોરી:પાટણના પંચાસરગામમાં તસ્કરોએ બોરના વીજ જોડાણની 2 લાઇનોના વાયર ચોર્યા, આશરે દોઢ લાખની કિંમતના વાયરો ચોરી

પાટણ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • પાટણના પંચાસરગામના સીમમાંથી બોરના વીજ જોડાણની બે લાઇનના વાયરની ચોરી થઇ
 • રાતનો ફાયદો ઉઠાવી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો

શંખેશ્વરના પંચાસરગામની સીમામાં ખેતીવાડી વીજ જોડાણ નાખવામાં આવેલું છે. ત્યાં અજાણ્યા શખ્સોએ વીજવાયરની લાઇનના વાયરની ચોરી કરીને નાસી ગયા હતા. આ વીજવાયરની કિંમત 1 લાખ 35 હજાર રૂપિયા થાય છે. ચોરી થયેલી વીજ કંપનીના નાયબ ઇજનેરે સમી પોલીસ મથકે આ બનાવ અંગે ચોરીની ફરિયાદ નોંધાવી દેતા પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.

અંધારાનો ફાયદો ઉઠાવી ચોરી કરાઇ
શંખેશ્વર તાલુકાના પંચાસરગામની સીમામાં આવેલા ઉત્તર ગુજરાત વીજ કંપનીના વાયરની ચોરી તસ્કરોએ કરી હતી. આ ખેતીવાડી વીજ જોડાણની લાઇન ગોયલ દાનુભાઇના બોર તરફથી ચાવડા રમાભાઇના બોર તરફ જઇ રહી હતી. જે બન્ને લાઇનોમાં વીજ જોડાણ હતું. ત્યારે ગુરૂવારે રાત્રે અંધારાનો ફાયદો ઉઠાવીને અજાણ્યા તસ્કરોએ એલ્યુમિનીયમના 55 એમ.એન.સ્ક્વેર રેબીટ કંડકટર વાયરની ચોરી કરી હતી.

પોલીસે વધુ તપાસ હાથ ધરી
ચારી થયેલા વાયરોની કિંમત આશરે 1 લાખ 35 હજાર થાય છે, તે આશરે 5.4345 કી.મી. એવા 43 ગાળાના ત્રણ વાયરો હતા. જે તસ્કરો ચોરીને નાસી ગયા હતા. આ બનાવ અંગે નાયબ ઇજનેરે શંખેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આગળ વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો