શંખેશ્વરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ દાગીના મળી કુલ રૂ.1,11,000ની ચોરી જતાં મહિલાએ શંખેશ્વર પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. શંખેશ્વર શીવશકિત સોસાયટીમાં રહેતા વાલીબેન રણછોડભાઇ નાયી તેમના નણંદ મધુબેનના મરણ નિમિત્તે રાત્રીના ભજન રાખેલ હોય 11/01/2023ના રોજ બપોરે 2 વાગ્યાના અરસામાં ઘરના દરવાજાને તાળું મારીને શંખેશ્વરની રાધે વિલેજ સોસાયટીમાં ગયા હતા. રાત્રે ત્યાં રોકાયા હતા.
બીજા દિવસે સવારે ઘરે આવતાં ઘરની લોખંડની જાળીના દરવાજાનો નકૂચો તુટેલ અને અંદરના રૂમનો દરવાજો ખુલ્લો જોઈ ઘરમાં જતાં સરસમાન વેરવિખેર ચોરી થયાની જાણ થતાં પોલીસને જાણ કરી હતી. ઘરમાં તપાસ કરતા લાકડાના કબાટના દરવાજાને લગાવેલ તાળું તોડી નાખી કબાટમાંથી પિયરમાંથી 2 તોલાની સોનાની 2 બંગડી કિ.રૂ .60000, દોઢ તોલાનો સોનાના દોરો કિ.રૂ 45000,50 ગ્રામના ચાંદીના 10 સિક્કા રૂ.2000, 4 રોકડ રૂ.4000 મળી કુલ રૂ.1,11,000ની ચોરી થયાની શંખેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.