ઘરફોડ ચોરી:સિદ્ધપુરમાં શિક્ષિકાના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, 4.40 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિદ્ધપુરમાં તસ્કરો ફરી સક્રિય બનતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો

સિદ્ધપુરમાં હાઇવે પર લૂંટ તેમજ શહેરમાં ચોરીની ઘટનાઓમાં દિન-પ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈ લોકોમાં ભયનો માહોલ ઉભો થવા પામ્યો છે જેની વચ્ચે સિદ્ધપુર શહેરમાં ચોરીની વધુ એક ઘટના સામે આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

સિદ્ધપુર આનંદ રો હાઉસમાં રહેતા શિક્ષકા મહેસાણા ખાતે રહેતા પોતાના ભાભીના ખબર અંતર પૂછવા ગયા અને સિદ્ધપુર ખાતે તેઓના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકતા સોનાના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ.4.40 લાખનો મુદ્દામાલ લઈ ફરાર થઇ જતા અજાણ્યા ઈસમો વિરુદ્ધ સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી

સિદ્ધપુર આનંદ રો-હાઉસમાં રહેતા અને ખોલવાડા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા દક્ષાબેન માધવલાલ પરમાર ઉવ.47વાળાઓના પતિનું વર્ષ 2005માં અવસાન થયેલ હોવાથી તેઓ સિદ્ધપુર ખાતે એકલા રહેતા હતા જેમાં મહેસાણા ખાતે રહેતા પોતાના ભાભી બિમાર હોઈ તેઓ મંગળવારે ખબર અંતર પૂછવા માટે મહેસાણા ગયા હતા અને ત્યાં રોકાયા હતા. જોકે બે દિવસ બાદ ગુરુવારે સવારે સિદ્ધપુર ખાતે પરત ફરતા પોતાના ઘરના લોખંડના દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો. જેને લઈ ફરિયાદી દક્ષાબેને ઘરમાં જઇ જોતા સામાન વેરણ-છરણ પડ્યો હતો અને તિજોરી પણ ખુલ્લી પડેલ જોવા મળી હતી જેને લઇ દક્ષાબેનને ચોરી થઈ હોવાના શક જણાતા ધરણીધરમાં રહેતા તેઓના સંબંધી મૂળજીભાઈ લક્ષ્મીરામ જોશીને જાણ કરતા તેઓ આવ્યા હતા અને ખાત્રી કરતા સોનાના દાગીના કિંમત રૂ. 1,90,000 તથા રોકડ રકમ રૂ.2,50,000 મળી કુલ રૂપિયા 4,40,000નો મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જણાતા અજાણ્યા ઈસમો વિરુદ્ધ સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

સિદ્ધપુરમાં તસ્કરો સક્રિય થતા નાઈટ પેટ્રોલિંગ કરવા માંગ ઉઠીસિદ્ધપુરમાં છેલ્લા કેટલાક સમયથી લૂંટ અને ચોરીના બનાવોમાં વધારો થયો છે ત્યારે હવે રાત્રી દરમિયાન ચોરી કરવા માટે તસ્કરો પણ સક્રિય થતા લોકોમાં ભયનો માહોલ ઉભો થવા પામ્યો છે જેને લઈ પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...