તસ્કરોનો તરખાટ:ચાણસ્માના સુણસર ગામે એક સાથે ત્રણ મંદિરોમાં તસ્કરોનો હાથફેરો, માતાજીના દર દાગીના સાથે આખેઆખી દાનપેટી ઉઠાવી ગયા

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માતાજીના દર દાગીના, છત્ર અને દાનપેટીની રોકડ મળી અંદાજિત રૂ.4 લાખની ચોરી
  • જિલ્લા પોલીસ વડાએ ઘટના સ્થળે આવી તપાસ કરી તસ્કરોને ઝડપી લેવા સુચના આપી

પાટણના સુણસર ગામે તાજેતરમાં પ્રતિષ્ઠા કરાયેલા શક્તિ માતાના મંદિર સહિત ગામના અન્ય બે મંદિરોને બુધવારે રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યાં હતાં. ત્રણે મંદિરો મળીને માતાજીના દર દાગીના, છત્ર અને દાનપેટીની રોકડ મળી અંદાજિત રૂ.4 લાખની ચોરી કરી તસ્કરો પલાયન થઇ ગયાં છે. આ મામલે ચાણસ્મા પોલીસને જાણ કરાતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.

બનાવની મળતી હકીકત મુજબ, ચાણસ્મા તાલુકાના સુણસર ગામે તાજેતરમાં જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયેલા નવીન શક્તિ માતાજીના મંદિરમાં તેમજ ગામ બહાર આવેલા વણઝારી માતાજી તેમજ ચામુંડા માતાજીનાં મંદિરમાં બુધવારની મોડી રાત્રે કોઈ અજાણ્યા તસ્કરોએ ત્રાટક્યા હતા. મંદિરમાં માતાજીને પહેરાવેલા દાગીનાઓ, છત્ર અને મંદિરની દાનપેટીમાંથી રોકડ રકમ સહિત અંદાજે રૂ.4 લાખની મતાની ચોરી કરી પલાયન થઈ જતા સમગ્ર સુણસર ગામમાં સનસનાટી વ્યાપી જવા પામી હતી.

ગામના મંદિરોમાં થયેલી ચોરીની જાણ વહેલી સવારે પુજા અર્ચના કરવા આવેલા પુજારીને થતા તેઓએ ગામ લોકોને જાણ કરાતા ઘટના સ્થળે ગામ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

સુણસર ગામના ત્રણ મંદિરોને તસ્કરોએ એકી સાથે નિશાન બનાવ્યાની સૌ પ્રથમ વખત બનેલી ઘટનાને પગલે ગામમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો. આ બાબતે ચાણસ્મા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી એફએસએલ અને ડોગ સ્કોડૅની મદદથી તપાસના ચક્રો ગતિમાન બનાવતા મંદિરની દાનપેટી વણઝારી માતાજીના મંદિર નજીક આવેલા મેદાનમાંથી મળી આવી હતી.

ચોરીના બનાવના પગલે પાટણ પોલીસ અધિક્ષકે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઘટના સ્થળની મુલાકાત લઇ પોલીસને ચોરીની તપાસ કરવા માટે જરૂરી સુચનાઓ આપી હતી. તો એલસીબી એસઓજી સહિતની ટીમે પણ ચોરી મામલે સ્થળ પર પહોંચી ઝીણવટભરી તપાસ હાથ ધરી તસ્કરોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

કયાં કયાં મંદિરમાં શું શું ચોરાયું
શક્તિ માતાજીના મંદિર

ચાંદીના મુગઠ નંગ -2( કિં.રૂ .90000)
ચાંદીના છત્તર નંગ -2 (કિં.રૂ.85000)

વણઝારી માતાજી મંદિર
મુગઠ નંગ -1 (કિં.રૂ.20000)
ચાંદીના છત્તર (કિં.રૂ. 60000)
દાનપેટીમાંથી આશરે 1,00,0000

અન્ય સમાચારો પણ છે...