બાકીનું વળતર ચૂકવવા માંગ:રાધનપુર-સાંતલપુર તાલુકાના 18 ગામોના ખેડૂતોના વળતર માટે સૂત્રોચ્ચાર, મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરીને બાકીનું વળતર ચૂકવવા માંગ કરી

રાધનપુર-સાંતલપુર તાલુકાઓમાં અદાણી પાવર પ્રોજેક્ટ કંપની દ્વારા ખેડૂતોની જમીનમાં ટ્રાન્સમિશન લાઈન, ટ્રાન્સમિશન ટાવર ઉભા કરવામાં આવ્યા છે અને જે તે સમયે નુકશાનીનું વળતર આપવા માટે ખેડૂતોને જાણ કરવામાં આવી હતી. ખેડૂતોને 15% લેખે વળતર ચૂકવવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો, પરંતુ 7.50% જ ચૂકવણું કરવામાં આવ્યું હોવાથી ખેડૂતોએ અદાણી કંપનીની ઓફિસે જઈને બાકીનું વળતર ચૂકવવા સૂત્રોચ્ચાર કર્યા હતા. ધારાસભ્ય રઘુભાઇ દેસાઈએ આ બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજુઆત કરીને ખેડૂતોને બાકીનું વળતર ચૂકવવા માંગ કરી છે.

રાધનપુર અને સાંતલપુર તાલુકાના સાંથલી, લોટીયા, ઠીકરિયા, ગાંજીસર, દૈસર, ઝંડાલા, રામપુરા, ગઢા, જામવાડા, કોરડા, ડાલડી, વૌવા, ધોકાવાડા, બાવરડા, આલુવાસ, પાટણકા, બાબરા અને મઢુત્રા સહિતના ગામોના ખેડૂતોની જમીનમાં લાકડીયા-બનાસકાંઠા ટ્રાન્સમિશન કંપની દ્વારા 765 કેવીડીસી લાઇન નીકળેલી છે. જેના અન્વયે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું છે. પરંતુ ત્યારબાદઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, ગાંધીનગરના ઠરાવ મુજબ તારની નીચેની જગ્યાના 15% મુજબ સબંધિત ખેડૂત ખાતેદારને ચુકવણું કરવાનું ઠરાવવામાં આવ્યું હોવા છતાં 7.5% મુજબ જ વળતર ચૂકવવામાં આવ્યું છે.

પરંતુ સરકારના ઠરાવ મુજબ 15% મુજબ અને 10% વધારાના ખેડૂતો હક્કદાર હોવા છતાં એમને આ વળતર મળ્યું નથી. તો તાત્કાલિક વળતર ચૂકવવા ધારાસભ્યે માંગ કરી છે. ગાંજીસરના ખેડૂત વિષ્ણુભાઈ પ્રજાપતિના જણાવ્યા મુજબ ખેડૂતોને પૂરતું વળતર ચૂકવ્યું ના હોઈ અદાણીની ઓફિસે જઈને વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...