તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Slogan, Cheap Chinese Tablets Were Given On The Campus Of North Gujarat University Of Student Youth Struggle Committee: Chancellor

ટેબલેટથી વંચિત:છાત્ર યુવા સંઘર્ષ સમિતિના ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં સૂત્રોચ્ચાર, ચાઇનાના સસ્તા ટેબલેટ આપવામાં આવતા હતાઃ કુલપતિ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છાત્ર યુવા સંઘર્ષ સમિતિ(આપ) સંગઠન દ્વારા ટેબલેટ મામલે યુનિ ના કુલપતિ આવેદનપત્ર આપી રજૂઆત કરી
  • જિલ્લામા હજારો વિઘાર્થીઓને નથી મળ્યા ટેબલેટ

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં છાત્રા યુવા સંઘર્ષ સમિતિ દ્વારા છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓને નમો ટેબલેટ ના મળતા કુલપતિને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું. યુનિ કેમ્પસમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના હાજારો વિદ્યાર્થીઓને 2019થી અત્યાર સુધી ટેબલેટના મળતા છાત્રા યુવા સંઘર્ષ સમિતિ આપ દ્વારા સોમવારે કુલપતિ આવેદનપત્ર આપી વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું. જ્યારે કુલપતિ જેજે વોરાએ કહ્યું છેકે, વિઘાર્થીઓને અત્યાર સુઘી ચાઇનાના સસ્તા ટેબલેટ આપવામાં આવતા હતા.

છાત્રા યુવા સંઘર્ષ સમિતિ દ્વારા કુલપતિને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના છેલ્લા દોઢ વર્ષ થી ટેબલેટ મળ્યા નથી. તો વિદ્યાર્થીઓના કરોડો રૂપિયા વ્યાજ સાથે પરત કરવામાં આવે અથવા તો નમો યોજના અંતર્ગત ટેબ્લેટ વહેલામાં વહેલા આપવામાં આવે. જો બે દિવસની અંદર કોઈ નિર્ણય નહીં આવે તો છાત્રા યુવા સંઘર્ષ સમિતિ દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તો યુનિ કેમ્પસમાં હમ હમરા હક માગતે નહીં કિસીશે ભીખ માગતે, શિક્ષણ કે દલાલો કો જુતે મારો સાલો કોના સૂત્રોચ્ચાર કર્યા હતા.

કુલપતિએ જણાવ્યું હતું કે, અત્યારસુધી એવું હતું કે ટેબલેટ સસ્તુ પડે એટલે ચાઇનાથી લાવતા હતા હવે મુશ્કેલી છે. આપડે હવે ત્યાંથી ટેબલેટ નથી લાવવા. એ સંજોગોમાં હવે વૈકલ્પિક વ્યવસ્થા થાય અને સરકાર કંઇ ગોઠવશે તેવી જ વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવશે.

છાત્ર યુવા સઘર્ષ સામતીના પ્રમુખ ડો.ઋત્વિક પટેલએ જણાવ્યું હતું કે, વર્ષ 2019 બાદના કોલેજના વિઘાર્થીઓ ટેબલેટથી વંચિત છે. વિઘાર્થીઓ પાસેથી ટેબલેટની ફી વસૂલી છે પરંતુ 2 વર્ષ બાદ પણ ટેબલેટ નથી મળ્યા. હાલમાં ઓનલાઇન શિક્ષણ ચાલુ છે તો ટેબલેટ ખૂબ જ જરુરી છે. જો વહેલા માળે તો સારું છે નહીતો અમારા રૂપિયા વ્યાજ સાથે પરત આપે.

અન્ય સમાચારો પણ છે...