ફોમૅનું વિતરણ શરૂ:કોરોના મોતની સહાય માટે બે દિવસમાં 60 ફોર્મ ભરાયાં

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણમાં ફોર્મ ક્યાં સ્વીકારવા તે નિર્ણય કલેક્ટર કરશે

કોરોનાથી થયેલા મૃત્યુના વળતર માટે વારસદારને રૂ. 50 હજાર આપવાનો સરકારે નિર્ણય કરતાં પાટણ જિલ્લા સેવા સદન ખાતે આવેલી ડિઝાઇનર કચેરી ખાતે સોમવારથી સહાય માટેના ફોમૅનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. બે દિવસમાં 60 ફોર્મનું વિતરણ થયું છે. આ ફોમૅ ક્યાં સ્વીકારવામાં આવશે જિલ્લા કે તાલુકા કક્ષાએ તેનો હજુ કલેકટર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો નથી. આગામી દિવસોમાં આ નિર્ણય લેવાયા બાદ ફોર્મ સ્વીકારવાની કામગીરી શરૂ થશે.

પાટણ જિલ્લાના 109 લોકોના કોરોનાથી મૃત્યુ સરકારી દફતરે નોંધાયેલા છે ત્યારે સહાય માટે જિલ્લાની ડિઝાસ્ટર કચેરી ખાતે ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. બે દિવસમાં 60 ફોર્મ વિતરણ થયું છે. આ ફોર્મ ક્યાં સ્વીકારવામાં આવશે જિલ્લા કે તાલુકા કક્ષાએ તેનો આગામી દિવસોમાં કલેકટર દ્વારા નિર્ણય લેવામાં આવશે. અરજદારની અરજી મળ્યાના 30 દિવસમાં કલેકટર દ્વારા આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...