સર્વે:પાટણ પાલિકાની છ ટીમો આજથી ભૂગર્ભ ગટર જોડાણ માટે સર્વે કરશે

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોસાયટીઓમાં સહાયના ધોરણે મુખ્ય ગટર સાથે જોડાણ અપાશે
  • સર્વે દરમિયાન કેટલા​​​​​​​ ભૂતિયા કનેક્શન મળી આવશે તો કાર્યવાહી કરાશે

પાટણની સોસાયટીઓમાં રહેતા લોકોના મકાનના ભૂગર્ભ ગટર જોડાણ નગરપાલિકાની મુખ્ય લાઈન સાથે સરકારની લોક ભાગીદારી યોજના હેઠળ કરવા માટે પાલિકા દ્વારા છ ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે. પાટણમાં મ્યુનિસિપલ સેન્સર્સ મુજબ 15 વોર્ડ આવેલા છે આ પૈકી ત્રણ વોર્ડમાં જીયુડીસી દ્વારા ભૂગર્ભ ગટર લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે આ સિવાયના 12 વોર્ડમાં રહેતા મિલકત ધારકોને તેમાં આવરી લેવામાં આવશે.

પાલિકા દ્વારા અલગ-અલગ શાખાના એન્જીનિયરો સાથે છ ટીમો બનાવવામાં આવી છે. જેમાં ભૂગર્ભ ગટર શાખાના એન્જિનિયર કિર્તીભાઈ પટેલ, બાંધકામ વિભાગના એન્જિનિયર મણીભાઈ પટેલ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના મયંકભાઈ પટેલ, સૌરભભાઈ પટેલ, અમૃતમ યોજનાના એન્જિનિયર સુમિતભાઈ પટેલ અને ટાઉન પ્લાનીંગ શાખાના એન્જિનિયર હર્ષિલભાઈને બે બે વોર્ડની જવાબદારી અપાઈ છે. દરેક ટીમમાં એન્જિનિયર 3 સ્ટાફ રહેશે. શહેરીમાં ભૂતિયા જોડાણ પણ મળી આવવાની સંભાવના પાલિકાના સૂત્રો જણાવી હતી.

અન્ય સમાચારો પણ છે...