• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Six Passengers Were Injured When An Eco vehicle Collided With A Bridge On Wadu Vagdod Road In Patan, Causing An Accident Due To Negligence Of The Driver.

અકસ્માત:પાટણના વડુ-વાગડોદ માર્ગ પરના પુલ સાથે ઈકો ગાડી ટકરાતાં છ મુસાફરો ઘવાયા, ગાડી ચાલકની ગફલતને લીધે સર્જાયો અકસ્માત

પાટણએક મહિનો પહેલા
  • ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા
  • અકસ્માતને પગલે માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

પાટણ-ડીસા હાઇવે માર્ગ પર વડુ-વાગડોદના પુલ નજીક મુસાફરો ભરેલ ઇકો મારુતિ વાન અગમ્ય કારણોસર પુલ સાથે ધડાકાભેર અથડાતા વાનમાં સવાર છ જેટલા મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચતા ઇજાગ્રસ્તોને ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર પાટણ જીલ્લાને જોડતા અંતરીયાળ વિસ્તારો અને ગામડાઓમાંથી લોકો ખરીદી માટે વેપારી મથક પાટણ ખાતે ખાનગી જીપો અને ખાનગી મારુતિ વાનમાં મુસાફરી કરીને આવતાં હોય છે. ત્યારે આવા ખાનગી વાહન ચાલકો મુસાફરો મેળવવાની લ્હાયમાં ક્યારેક પોતાનું વાહન બેફામ ગતિએ હંકારતા અકસ્માતોનો ભોગ બનતાં હોય છે. ત્યારે આવી જ એક ઘટના બુધવારના રોજ વાગડોદ પુલ નજીક બનવા પામી હતી.

પાટણથી વાગડોદ તરફ પેસેન્જર ભરીને જતી એક મારુતિ વાનના ચાલકે ગફલત ભરી રીતે ડ્રાઇવિંગ કરતાં તેની વાન વાગડોદ પુલની દિવાલ સાથે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં વાનમાં સવાર છ જેટલા મુસાફરો રોડ પર ફંગોળાઇ જતાં લોહીલુહાણ થઇ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તો આ બનાવને પગલે ગાડીનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત તમામ મુસાફરોને સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતને પગલે પાટણ ડીસા હાઇવે પર વાગડોદ પુલ નજીક ચક્કાજામ ટ્રાફિક સર્જાયો હતો. તેમજ પોલીસે ઘટના સ્થળે દોડી આવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...