ફરિયાદ:અમારા છ માણસોને પટણીઓએ જેલમાં પુરાવ્યા છે એને છોડાવવા 50 હજાર આપ નહિતર ઉપાડી જવાની ધમકી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

પાટણ શહેરમાં રહેતા દેવીપુજક સમાજ ના એક યુવાન સાથે અગાઉ હનીટ્રેપ માં મોટી રકમ વસુલાત કરવાનો પ્લાન કરનાર તમામ શખ્સોને પોલીસે જેલના હવાલે કરી દીધા છે ત્યારે તે વિસ્તારમાં રહેતા બીજા પટણી યુવાનને ખંડણી માગતો ધમકી ભર્યો ફોન આવ્યો હતો જેને પગલે સમગ્ર પટની સમાજમાં ભયની લાગણી પસી ગઈ હતી. આ અંગે પાટણ બી ડિવિઝન પોલીસે ખંડણી નો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરતા ધમકી આપેલ ફોન ચોરી નો હોવાનું બહાર આવ્યું હતું.

પાટણ શહેરમાં રહેતા રાજેશભાઈ માણેકલાલ દેવીપુજક તેઓ કોમર્શિયલ બેંકની અંદર સેવક તરીકે ફરજ બજાવતા હોય તેમના પરિવાર સાથે બુધવારે રાત્રે ઘરે સુતા હતા ત્યારે મધ્યરાત્રીએ એક વાગ્યાના અરસામાં તેમના મોબાઈલ ઉપર રીંગ આવી હતી તે ઉઠાવવા માટે ઊભા થાય તે પહેલા ફોન કપાઈ ગયો હતો તેઓએ સામેથી કોલ કર્યો હતો ત્યારે તેઓએ ફોન કાપતા તે શખ્સોએ ફરીથી ફોન લગાવી કહેલ કે અમારા છ માણસોને પટણીઓએ જેલમાં પુરાવ્યા છે એ ને છોડાવવા સારું રૂપિયા 50000 તાત્કાલિક આપ નહિતર તું જે બેંકમાં નોકરી કરે છે ત્યાંથી તને ઉપાડી જઈશું.તેઓ ગભરાઈ ગયા હતા

આ બાબતે ફરીથી ફોન આવતા તેઓએ કહેલ કે તારે જોવું હોય તો તારું લોકેશન આપ તને ઉપાડી જઈએ અત્યારે રૂપિયા 50000 માં પતી જશે નહિતર રૂપિયા પાંચ લાખ આપવા પડશે આવી ખંડણી માંગતી ધમકીથી તેઓ ગભરાઈ જઈ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે અજાણા બે શખ્સ સામે ખંડણી માગ્યાની ફરિયાદ નોંધાવી હતી તેની તપાસ અધિકારી પી આઈ એ એસ વસાવાએ જણાવ્યું હતું કે જે નંબર ઉપરથી કોલ આવ્યો હતો તે ફોન ભાઈ બીજના દિવસે બાઈક ચાલક પાસેથી ચોરી ગયા હતા તેનો ગુનો બાલીસણા પોલીસ મથકે નોંધાયેલો હતો. આ શખ્સોએ ખડણી માગવામાં ચોરીના ફોન નો ઉપયોગ કર્યો છે અને વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી

અન્ય સમાચારો પણ છે...