તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમકી:પાટણમાં લાકડા ભરેલું ટ્રેક્ટર રોકતાં છ પર્યાવરણ પ્રેમીઓને ધમકી આપી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણ-ડીસા હાઈવે પર ખીજડાના લાકડા ભરેલું ટ્રેક્ટર રોક્યું
  • વન વિભાગે ટ્રેક્ટર ડિટેઈન કર્યું, લાટીવાળાએ ધમકી આપ્યાનો આક્ષેપ

પાટણમાં ચાણસ્મા-ડીસા હાઇવે પર ખીજડાના વૃક્ષના લાકડા ભરીને જતા ટ્રેકટરને અટકાવી શહેરના પર્યાવરણ પ્રેમીઓએ વનવિભાગને જાણ કરી હતી. જેમાં ટ્રેકટર છોડવા માટે લાટીવાળાએ ધમકી આપતો વ્યવહાર કર્યાનો આક્ષેપ તેમણે કર્યો હતો. પાટણ શહેરમાં ગુરુવારે રાત્રે પર્યાવરણ પ્રેમી નિલેશ રાજગોર અને તેમના મિત્રો દ્વારા ચાણસ્મા -ડીસા હાઇવે પર ખીજડાના વૃક્ષના લાકડા ભરી જઈ રહેલ ટ્રેકટરને અટકાવવામાં આવ્યું હતું અને ટ્રેક્ટર ક્યાંથી ક્યાં જઈ રહ્યું છે તે બાબતે પૂછપરછ કરતાં ડ્રાઇવરે લાટીવાળા સાથે ટેલિફોનિક વાત કરાવી હતી.

જેમાં બંને વચ્ચે ટ્રેકટર છોડવા મામલે ભારે રકઝક થવા પામી હતી. છતાં પર્યાવરણ પ્રેમી દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવી લાકડાં ભરેલ ટ્રેકટરને ડિટેઇન કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

વનકર્મીઓ અને લાટીઓ વાળાના સેટિંગ ચાલે છે : (નિલેશ રાજગોર) પર્યાવરણ પ્રેમી
પર્યાવરણ પ્રેમી નીલેશ રાજગોરે જણાવ્યું હતું કે રાત્રે ટ્રેકટર પકડયા બાદ ડ્રાઈવર દ્વારા તાત્કાલિક કોઈ લાટીવાળાને ફોન કરી મને વાત કરાવી હતી. સામેથી ટ્રેકટર છોડવાનું કહી ફોરેસ્ટના કર્મીઓને વ્યવહાર કરી દઈશું તેવું જણાવ્યું હતું.

ત્યારબાદ લાટીવાળો તેના માણસો સાથે ઘટનાસ્થળે આવી ફોરેસ્ટ અધિકારીઓની હાજરીમાં તમને લાકડા પકડવાનો હક્ક કોને આપ્યો તેમ કહી ધમકી આપવા લાગ્યો હતો. તાત્કાલિક વનવિભાગના અધિકારી દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવે અને પકડાયેલ ટ્રેકટરના ડ્રાઈવર સહિત જવાબદાર લોકો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...