આસ્થા:નનામી પર બેસી સારા સ્વાસ્થ્ય માટે માતાજીની આરાધના

પાટણ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણમાં ઘેલ ગાત્રેશ્વરી માતા મંદિર પરિસરમાં મડા સાતમ ઊજવણી

પાટણ પ્રાચીન નગરી સાથે ધર્મની નગરી હોઈ વર્ષોથી પૌરાણિક અનેક ઉત્સવ વિવિધ સમાજ દ્વારા ઉજવવામાં આવી રહ્યા છે. મંગળવારે શહેરના પંચમુખી હનુમાન મંદિર નજીક બિંદુક્ષિણી ઘેલ ગાત્રેસ્વરી માતાના મંદિર પરિસર ખાતે મડા સાતમની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં ભક્તો માતાજીની સવારી નનામી હોય તેના પર બેસી સુખદ સ્વાસ્થ્ય માટે માતાજીની આરાધના કરી ભક્તિભય માહોલમાં પૂજા અર્ચના કરાઈ હતું.

પાટણમાં વસતા શ્રીમાળી સામવેદી બ્રાહ્મણ તેમજ યજુર્વેદી બ્રાહ્મણો દ્વારા વર્ષોની પરંપરા મુજબ મડા સાતમની ઊજવણી કરવામાં આવે છે. જેમાં સમાજના કુળદેવી બિન્દુક્ષણી માતાની પૂજા અર્ચના કરી માતાજી વાહન ગણાતા સબ વાહિની (નનામી) હોય તેના પ્રતિક રૂપે નનામી બનાવી સમાજના સૌ કોઈ લોકો તેના પર બેસી વર્ષ દરમિયાન આરોગ્ય સારુ રહે તેના માતાજી સન્મુખ પ્રાર્થના કરે છે.

સામવૈદી બ્રહ્મ સમાજનાં આગેવાન ચંદ્રવદનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું. કે મડા સાતમ ઉજવવા પાછળનો ઇતિહાસ જોઈએ તો વર્ષો પહેલા રાજસ્થાન અને ગુજરાતમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે રોગચાળાથી બચવા તે સમયે શ્રીમાળી તેમજ યજુર્વેદી બ્રાહ્મણો દ્વારા કુળદેવી બિંદુક્ષણી માતાની પૂજા અર્ચના કરી હતી અને માતાજી પ્રશન્ન થતા રોગચાળામાંથી મુક્તિ મળી હતી. ત્યારથી બ્રાહ્મણો દ્વારા મડા સાતમની દર નવરાત્રી ના સાતમાં દિવસે ઉજવણી કરાય છે.

અન્ય સમાચારો પણ છે...