• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Sister Also Drowned While Trying To Rescue Her Brother Who Slipped In Narmada Canal Near Chandramana, One Child Of Both Families

કેનાલમાં ભાઈ-બહેન ડૂબ્યા:ચંદ્રમણા નજીક નર્મદા કેનાલમાં પગ લપસતાં પડેલા  ભાઈને બચાવવા જતા બહેન પણ ડૂબી, બન્ને પરિવારના એકનાએક સંતાન

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક લોકોએ કેનાલમાં શોધખોળ હાથધરી

પાટણના કંબોઈથી ચંદ્રુમાણાની સીમ વિસ્તારમાં આવેલી કેનાલમાં પિતરાઈ ભાઈ બહેન ડૂબી ગયા હોવાના અહેવાલ છે. કેનાલ પાસે પગ લપસતાં ભાઈ ડૂબવા લાગ્યો હતો, જેને બચાવવા જતાં બહેન પણ ડૂબવા લાગી હતી. બનાવની જાણ થતાં આસપાસના લોકો, પરિવારજનો અને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર વિભાગની ટીમે બન્ને ભાઈ બહેનની શોધખોળ હાથ ધરી છે. કેનાલમાં ડૂબેલા ભાઈ બહેન પરિવારના એકના એક સંતાન છે.

કંબોઈથી ચંદ્રુમાણાની સીમ વિસ્તારમાં પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ ઉપર સાંજે સાડા પાંચ વાગે તેમના ડીઝલ એન્જિનમાં ડીઝલ નાખવા માટે ચંદ્રમાણા ગામના આશાસ્પદ યુવક પટેલ ધ્રુવકુમાર નવીનભાઈ ઉ.વ. 23 અને પ્રાચી પટેલ ઉં.વ.11 આવ્યા હતા તે દરમિયાન ડીઝલ એન્જિનમાં પાઇપ લીકેજ હોવાના કારણે છાણ નાખવાની જરૂરિયાત પડતાં ભોગ બનનાર ધ્રુવ પટેલ ડીઝલ એન્જિનમાં નાખ્યા બાદ ડોલ ધોવા માટે કેનાલના કિનારે અંદર પગ મૂકતાં લપસી પડતાં કેનાલ કિનારે ઉભેલી પ્રાચી બૂમાબૂમ કરીને અંદર તેના મોટા બાપાના છોકરાને બચાવવા જતાં બંને જણા કેનાલમાં સરકી ગયા હતા.

જે ઘટનાની જાણ કેનાલ ઉપર ના ખેડૂતોએ ગામમાં કરતાં ભોગ બનનાર ના પરિવારજનો અને ગામના લોકો ઘટના સ્થળે કેનાલ પર દોડી આવ્યા હતા. અને શોધખોળ આદરી હતી. પરંતુ જ્યાં સુધી આ સમાચાર લખાય છે ત્યાં સુધી બંને પિતરાઇ ભાઇ-બહેનની કોઈ જ ભાળ મળી નથી.

બંનેને પિતરાઈ બહેન તેમના માતા-પિતાનું એક જ સંતાન હતું .મળતી માહિતી પ્રમાણે ભોગ બનનાર ધ્રુવ નવીનકુમાર પટેલ તેમના પિતાનું એકમાત્ર સંતાન છે. જ્યારે પ્રાચી અમૃતભાઈ પટેલ પણ એક પુત્ર અને એક પુત્રી પૈકી એક દીકરી હોવાનું પરિવારજનો જણાવ્યું હતું.

ભોગ બનનાર પિતરાઈ ભાઈ બહેનના દાદા શું કહે છે ?

ઘટનાનો ભોગ બનનાર પિતરાઇ બહેનના દાદા પટેલ ભીખુભાઈ વનદાસે જણાવ્યું હતું કે મારા પુત્ર નવીન ભાઈનો એકનો એક પુત્ર ધ્રુવ નવીનભાઈ પટેલ અને મારા સૌથી નાના પુત્ર અમૃતભાઈની પુત્રી પ્રાચી આજે સાંજે 5.30 વાગ્યે કેનાલ ઉપર અમારા ડીઝલ એન્જિન મશીનમાં ડીઝલ નાખવા માટે આવ્યા હતા. તે દરમિયાન આ દુઃખદ ઘટના બની છે જેની જાણ થતાં અમારા પરિવારના માથે આભ ટૂટી પડ્યું છે તેમ જણાવી ભાવુક થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...