તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટોત્સવ:પાટણના રામજી મંદિરમાં 40માં વાર્ષિક પાટોત્સવની સાદગીપૂર્વક ઉજવણી

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાઈડલાઈન્સના પાલન સાથે ભક્તોએ ભગવાનના દર્શન અને પ્રસાદનો લાભ લીધો

ધર્મનગરી પાટણ શહેરમાં દરેક ધર્મના તહેવારો કોમી એખલાસ અને ભક્તિમય માહોલ વચ્ચે ઉજવવામાં આવતા હોય છે.પરંતુ હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને તમામ ધાર્મિક ઉત્સવો સરકારની કોરોના ગાઇડ લાઇન મુજબ ઉજવવામાં આવી રહ્યા છે.ત્યારે મંગળવારના રોજ પાટણના રામજી મંદિર નાં 40માં વાર્ષિક પાટોત્સવની નિમિત્તે ટ્રસ્ટી મંડળ દ્વારા સાદગીપૂર્ણ રીતે અને કોરોનાની ગાઈડલાઈન ને ધ્યાનમાં રાખીને ઉજવણી કરવામાં આવી હતી.

શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં આવેલા મોટા રામજી મંદિર ખાતે મંગળવારના રોજ મંદિર નાં 40 માં વાર્ષિક પાટોત્સવની નિમિત્તે મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા શાસ્ત્રોક મંત્રોચ્ચાર વચ્ચે ભગવાનનો મહાઅભિષેક, મહાઆરતી અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા તમામ ધર્મપ્રેમી નગરજનોએ કોરોના ની ગાઈડલાઈન નું ચુસ્તપણે પાલન કરી મંદિર પ્રતિષ્ઠા ના 40 માં વાર્ષિક ઉત્સવ ને યાદગાર બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...