તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પાટણ જિલ્લામાં કોરોના કેસમાં નોધપાત્ર ઘટાડો, આજે 10 નવા કેસ નોંધાયા, 75 લોકો કોરોનાને માત આપી

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar
ફાઇલ ફોટો
  • જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંકડો 10 હજાર 626 પર પહોંચ્યો

રાજ્યભરમાં કોરોના મહામારીની બીજી લહેર પૂર્ણતાના આરે છે. દિવસે દિવસે કોરોના કેસમાં ઘટાડો નોંધાતા લોકો રાહતનો શ્વાસ લઇ રહ્યાં છે. પાટણ જિલ્લામાં પણ કોરોના મહામારી અંકુશમાં આવી રહી છે. જિલ્લામાં આજે કોરોનાના માત્ર 10 કેસ જ નોંધાયા છે. જ્યારે 75 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

પાટણ જિલ્લામાં મંગળવારે કોરોનાના કેસમાં ઘટાડો નોંધતા 10 કેસ સામે આવ્યા છે. જોકે, જિલ્લાનમાં કોરોનાનો કુલ આંક 10 હજાક 626 પર પહોંચ્યો છે. તો 75 સંકમિત દર્દીઓ આજે સ્વસ્થ બન્યા છે. જ્યારે 125 દદીઓ હોમ આઈસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે. તો 856 દદીઓનાં સેમ્પલ પેન્ડીગ રાખવામાં આવ્યાં છે.

પાટણ જિલ્લામાં મંગળવારે નોધાયેલ કોરોના કેસ જોઇએ તો, સમીમાં સાત, પાટણ, સરસ્વતી અને સિદ્ધપુરમાં એક-એક કેસ સામે આવ્યો છે. તો જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 10 હજાર 626 ઉપર પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...