સિધ્ધપુરના રસુલપુર તળાવ વિસ્તારમાં રહેતા યુવકે મગજ ઉપર ભારણ અને ટેન્શનના કારણે આવેશમાં આવી પોતાના શરીરને પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ એક સપ્તાહની સારવાર છતાં યુવકનો જીવ બચી શક્યો નહોતો અને આખરે તેનું અવસાન થયું હતું. જેને લઈને તેના પરિવારજનો ઘેરા શોકની લાગણી છવાઈ જવા પામી હતી.
સિધ્ધપુર શહેરના રસુલપુર તળાવ પાસે પાંચ બંગલોઝની સામે ભંગાર વાળાની ચાલીમાં રહેતા ઈરફાન અબ્બાસભાઈ શેખ નામના 32 વર્ષીય યુવકે મગજ ઉપર ભારણ તથા ટેન્શન ના કારણે પોતાના જ શરીર ઉપર પેટ્રોલ છાંટી ચાંપી દીધી હતી જેથી તે ગંભીર રીતે દાઝી ગયો હતો.પરિવારજનોએ તાબડતોડ તેને સારવાર અર્થે ખસેડ્યો હતો અને ધારપુર હોસ્પિટલ ખાતે યુવકની સારવાર ચાલી હતી છતાં યુવકનો જીવ બચી શક્યો નહોતો અને આખરે તેનું મોત નીપજ્યું હતું. જે યુવકે ટેન્શનમાં આવી પોતાના શરીરને પેટ્રોલ છાંટી આત્મહત્યા કરી છે તે યુવકને કઈ બાબતનું ટેન્શન હતું તે બાબતે તેના પરિવારજનો પણ અજાણ છે તેવું પોલીસે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.