ફરિયાદ:સિદ્ધપુરના યુવાને 10% વ્યાજે રૂ.50 હજારના 1.05 લાખ ચૂકવ્યા છતાં પણ પઠાણી ઉઘરાણી

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણના યુવાને કાર ગીરવે મૂકીને રૂ.50 હજાર 20%ના વ્યાજે લીધા એક મહિનો વ્યાજ ન ચુકવતાં પેનલ્ટી લેખે બે શખ્સોએ રૂ.દોઢ લાખ કરી દીધા
  • ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમ 2011 મુજબ 4 શખ્સો સામે ગુનો

પાટણ જિલ્લા પોલીસ દ્વારા ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમ 2011 મુજબ કડક કાર્યવાહી કરવા સમગ્ર જિલ્લામાં કામગીરી હાથ ધરી છે ત્યારે વધુ બે કિસ્સા સામે આવ્યા છે. સિદ્ધપુરના યુવાને બીજા લગ્ન કરવા 10% વ્યાજથી લીધેલ રૂ.50000 કર્જ ભરપાઈ ન કરી શકતા વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.જ્યારે પાટણના યુવાને કાર ગીરવે મૂકી રૂ.50 હજાર 20%ના વ્યાજે લીધા હતા. તે રકમ સમયસર ન ચૂકવી શકતા પેનલ્ટી લગાડીને બે શખ્સોએ કર્જ રૂ.દોઢ લાખ કરી દીધાની ફરિયાદ નોંધાવી હતી.

સિદ્ધપુર શહેરના નવાવાસમાં રહેતા ભાનુકુમાર ચીમનલાલ બારોટને બીજા લગ્ન પ્રસંગ માટે પૈસાની જરૂરિયાત ઊભી થતા તેઓએ વ્યાજે નાણા ધિરાણ કરતા દેસાઈ નાગેશ રહે.સિદ્ધપુરનો જાન્યુઆરી 2022માં સંપર્ક કર્યો હતો. તેઓ પાસે સિક્યુરિટી પેટે કંઈ મુકવા વસ્તુ ન હોય તેમના મિત્ર બારોટ બીપીનભાઈ નટવરભાઈ રહે.સિદ્ધપુર ઉમરુ ચોકડી ઉપર આવેલ પ્લોટના દસ્તાવેજ મૂકીને રૂ. 50,000 અપાવ્યા હતા. જેના 25 દિવસનું 10% વ્યાજ લેખે અગાઉથી 25 દિવસનું રૂ.5000 વ્યાજ કાપી રૂ.45000 આપ્યા હતા.

ત્યારબાદ ફેબ્રુઆરી માસમાં ભાનુકુમારના કાકાને મણકાનું ઓપરેશન કરાવ્યો હોયને વધુ પૈસાની જરૂર હોય બીજા રૂ.30000 મળી કુલ મૂળી રૂ.80,000 જેનું દર મહિને રૂ.14,000 વ્યાજ આપવાનું નક્કી થયું હતું. અત્યાર સુધીમાં રૂ.1,05,000 વ્યાજ ચૂકવ્યું છે તેમ છતાં વ્યાજખોરો રૂ.1,20,000 પઠાણી ઉઘરાણી કરી અવારનવાર આવે તેમ જાતીય વિરુદ્ધ અપશબ્દો બોલી ઉઘરાણી કરે છે તેમના મિત્રને પણ પ્લોટનો દસ્તાવેજ કરી આપવા ધમકી આપે છે. આ અંગે કરજદારી ભાનુ કુમારે સિદ્ધપુર પોલીસ મથકે દેસાઈ નાગેશ રહે.બંને સિદ્ધપુર સામે ફરિયાદ નોંધાવી હતી.

પાટણ શહેરમાં વસુંધરા પાર્ક સોસાયટીમાં રહેતા અજીતસિંહ બળવંતસિંહ રાઠોડને એક વર્ષ પહેલા અંગત કામ માટે પૈસાની જરૂરિયાત ઊભી થતાં નાણા ધિરાણ કરતા દેસાઈ શૈલેષભાઈ ભુરાભાઈ રહે.ભટકાસર તા.દિયોદર અને દેસાઈ દીપકભાઈ રહે.ચિલોડા તા.ગાંધીનગરને પૈસાની વાત કરતા અર્ટિકા કાર (જીજે 02 ડીપી 9995) ગીરવે મૂકી 1 મહિના માટે રૂ.50000નું 20 ટકા લેખે વ્યાજ રૂ.10,000 ચૂકવવાનો નક્કી થયું હતું. એક મહિનાનું વ્યાજ 10,000 ચૂકવ્યું હતું. બાદમાં તેઓને પૈસાની સગવડ થતાં 3/12/2022ના રોજ રાત્રે 10:00 વાગે પાટણ નવજીવન ચોકડી નજીક મુલાકાત થઈ હતી.

તેઓએ કીધું તમે એક મહિનો લેટ પૈસા આપ્યા છે એટલે પેનલ્ટી લેખે રૂ.દોઢ લાખ ચૂકવવાના થાય છે. અને દોઢ લાખ આપી ગાડી લઈ જજે. યુવાને તેના પિતાને સઘળી હકીકતની વાત કરતા ફરીથી ફોન કરતા કહ્યું કે દોઢ લાખ રૂપિયા નહીં આપો તો ગાડી ખોટા કેસમાં વાપરી તમને ફસાવી દઈશું ધમકી આપતા હોય અજીતસિંહે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...