ફરિયાદ:સિદ્ધપુરના યુવકે વ્યાજે લીધેલ પૈસા પરત કર્યા છતાં માર્યો

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની આર્થિક તંગીમાં 3% લેખે 85હજાર લીધા હતા , ચાની કિટલીનો ધંધો કરતાં યુવકની વ્યાજખોર સામે ફરિયાદ

સિદ્ધપુરમાં ચા ની કિટલીનો ધંધો કરતાં યુવાનને કોરોના સમય આર્થિક તંગીમાં ત્રણ ટકા વ્યાજે લીધેલ રકમ પરત કરી હોવા છતાં વ્યાજખોરે 5 ટકા લેખે ઘણી હજી એક લાખની ઉઘરાણી બાકી હોવાનું કઈ મારઝૂડ કરી હતી. આ અંગે કરજદારે સિદ્ધપુર પોલીસ મથકે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી હતી.તેની તપાસ અધિકારી પીએસઆઇ વી.એ લીમ્બાચીયાએ હાથ ધરી હતી.

સિદ્ધપુરમાં રહેતા બળદેવભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ 2015-20 સુધી સિદ્ધપુર હાઈવે ફૂલપુરા પાસે તિરૂપતિ મોલમાં ચા ની કિટલી ચલાવતા હતા. 2020 માં કોરોનાના કારણે આર્થિક સંકડામણ ને કારણે ચા ની કિટલી બંધ કરી દીધેલ અને આ મંદી ના કારણે અને કોરોના સમયે પરિવારના સભ્યો બીમાર હોવાના કારણે પૈસાની ખુબ જ તંગી ઉભી થતાં પટેલ રમેશભાઈ દ્વારકાભાઈ રહે.

ઠાકરાસણ, તા.સિદ્ધપુર તેઓ ચા ની કીટલી આવતા હોવાના કારણે પરિચિત હતા. તેઓ વ્યાજનો ધંધો કરતાં તેથી તેઓની પાસેથી 85000 / - ત્રણ ટકા વ્યાજે લીધા હતા. અને ત્યારબાદ ટુકડે ટુકડે કરીને ચૂકવી દીધા હતા પણ કોરોનાના કારણે થોડોક સમય વધી જતાં તા.10/03/2023 ના રોજ હીરાના કારખાને આવી ને કહેવા લાગ્યા કે હજી તમારી પાસેથી પાંચ ટકા વ્યાજ લેખે રૂપિયા એક લાખ લેવાના નીકળે છે.

એટલે બળદેવભાઈએ કહ્યું કે અમે તમને પૈસા ચૂકવી દીધા છે તેમ કહેતા વ્યાજખોર ઉશ્કેરાઈ જઈ મારઝૂડ કરી અપ શબ્દો બોલી પઠાણી ઉઘરાણી કરી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યા હતા. આ અંગે કરજદારે સિદ્ધપુર પોલીસ મથકે વ્યાજખોર પટેલ રમેશભાઈ દ્વારકાભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ અધિકારી પીએસઆઇ વી.એ લીમ્બાચીયા દ્વારા હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...