કાર્યાલયનું ઉદ્ઘાટન:સિદ્ધપુર વિધાનસભાના ઉમેદવાર બળવતસિંહ રાજપૂતે ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

સિદ્ધપુર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે બળવતસિંહ રાજપૂતના નામની જાહેરાત થતા આજે સિદ્ધપુર મામલતદાર કચેરી સામે આવેલી ગોકુલ હોસ્પિટલની બાજુમાં ભાજપ ના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામા આવ્યું હતું.

ફટાકડા ફોડીને સ્વાગત
સિદ્ધપુરમા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે બલવંતસિંહ રાજપૂતને ટિકિટ આપવામાં આવી છે. જેને લઈ સિદ્ધપુર મામલતદાર કચેરી સામે આવેલી ગોકુલ હોસ્પિટલની નીચે ગુજરાત જીઆઇડીસીના પુર્વ ચેરમેન બલવંતસિંહ રાજપૂતના હસ્તે ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામા આવ્યું હતું. તેમજ તેમનું ફટાકડા ફોડીને વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભાજપ પ્રમુખ કિરણ શાસ્ત્રી, વિક્રમસિંહ ઠાકોર, શંભુભાઈ દેસાઈ સહીત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બલવંતસિંહ રાજપૂતે તમામનો આભાર વ્યકત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...