તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા ટળી:ભાજપના આંતરિક ડખામાં સિદ્ધપુરનો ઓક્સિજન પ્લાન્ટ રદ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુરમાં સાત માળનું સિવિલ તો છે પરંતુ સુવિધાના અભાવે શોભાના ગાંઠીયા સમાન છે. સિવિલમાં ઓક્સિજન પ્લાન્ટ માટે જમીનનો સર્વે પણ થઈ ચૂક્યો હતો અને પ્લાન્ટ રદ પણ કરી દેવાયો. - Divya Bhaskar
સિદ્ધપુરમાં સાત માળનું સિવિલ તો છે પરંતુ સુવિધાના અભાવે શોભાના ગાંઠીયા સમાન છે. સિવિલમાં ઓક્સિજન પ્લાન્ટ માટે જમીનનો સર્વે પણ થઈ ચૂક્યો હતો અને પ્લાન્ટ રદ પણ કરી દેવાયો.
  • સાંસદ ભરતસિંહ ડાભીએ કહ્યું મારી ગ્રાન્ટમાંથી ઓક્સિજન પ્લાન્ટ મંજૂર થયો નથી, કેન્દ્ર સરકારે મંજૂર કર્યો અને રદ પણ કર્યો
  • સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર સરકારમાં રજૂઆત કરશે, કલેક્ટર કચેરીના સૂત્રોનું મૌન, અન્ય જિલ્લાઓ પર ઓક્સિજન માટે મદાર

સિદ્ધપુરમાં સાત માળની સિવિલમાં 200 બેડની વ્યવસ્થા હોઈ 1 હજાર લીટર કેપિસિટીનો ઓક્સિજન પ્લાન્ટ કેન્દ્ર મંજુર કરતા જમીનનો સર્વે પણ થઇ ચુક્યો હતો. પરંતુ અચાનક પ્લાન્ટ આપવાની યાદીમાંથી બાકાત કરી મંજુર થયેલ પ્લાન્ટ રદ કરતા સિદ્ધપુર વાસીઓમાં કેન્દ્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ભાજપના આંતરિક ડખામાં સિદ્ધપુરનો ઓક્સિજન પ્લાન્ટ રદ થયાનું ચર્ચાઈ રહ્યું છે.

સિદ્ધપુરમાં કોરોનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા ઉપરાંત બીજી લહેરમાં ઓક્સિજનની ભારે અછતને લઇ સિદ્ધપુર વાસીઓ ઓક્સિજન માટે નજીકમાં એકપણ પ્લાન્ટ ન હોઈ બનાસકાંઠા અથવા પાટણના સંખારી સુધી અંદાજે 40 કી.મી લાંબા થતા હતા. સિદ્ધપુર પંથક માટે કેન્દ્રએ ફાળવેલ એકમાત્ર સિવિલનો ઓક્સિજન પ્લાન્ટ તેમને આત્મનિર્ભર બનાવી શકે તેમ હતો. પરંતુ કેન્દ્રએ રદ કરી દેતાં સિદ્ધપુરવાસીઓ ઓક્સિજન માટે રામભરોસે રહેવા પામ્યા છે. ઓક્સિજન પ્લાન મંજુર થતાં લેટર વાયરલ કરી વાહ વાહી લૂંટતાં સાંસદ પણ સરકાર પર ઠીકડું ફોડી બની મૌન બન્યા હતા.

કેન્દ્રએ રદ કર્યો કારણ અકબંધ : સીડીએમઓ
સિવિલ સી.ડી.એમ.ઓ ડૉ.અરવિંદ પરમારે જણાવ્યું હતું કે પહેલાં કેન્દ્ર દ્વારા ઓક્સિજન પ્લાન્ટ મંજુર કરાયો હતો. જગ્યા નક્કી કરી હતી. પરંતુ અચાનક યાદી જાહેર થઇ તેમાંથી પ્લાન્ટ રદ થયેલો જોવા મળ્યો હતો. દિલ્હીથી કેન્દ્ર દ્વારા જ આ નિર્ણય લેવાયો હોઈ કોઈ કારણ અમને જણાઈ આવ્યું નથી. મેં સિવિલમાં પ્લાન્ટની ખુબ જ જરૂર હોઈ સીએમને રજુઆત કરી છે. લગભગ 500 -500 લિટરના બે પ્લાન્ટ મંજુર કરવાના છે.

સિદ્ધપુરે ભાજપને મત તો આપ્યા છે : ધારાસભ્ય
ધારાસભ્ય ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા સિદ્ધપુરમાં પ્લાન્ટની ફાળવણી બાદ સિદ્ધપુરની જનતાનો વિચાર કર્યા વગર પ્લાન્ટ રદ કર્યો છે. સિદ્ધપુરે ભાજપને પણ મતો આપ્યા છે. આ બાબતે સરકારમાં રજુઆત કરીશ.

મારી ગ્રાન્ટમાંથી મંજૂરી નથી મળી, સરકારે મંજુર કર્યો અને રદ પણ કર્યો : સાંસદ
પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ પણ સ્વીકાર્યું કે કેન્દ્ર સરકાર દ્વારા સિદ્ધપુર ખાતે મંજુર કરેલ ઓકિસજન પ્લાન્ટ રદ કર્યો છે. આ ઓકિસજન પ્લાન્ટની મંજૂરી મારી અંગત ગ્રાન્ટમાંથી નથી મળેલ પણ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

સિદ્ધપુરમાં જ ઓક્સિજન પ્લાન્ટ નહીં
જિલ્લામાં ધારપુર સિવિલ - 1, પાટણ સિવિલ -1, રાધનપુર સિવિલ -1 પ્લાન્ટ મંજુર જ્યારે જિલ્લાની 14 પીએચસીઓમાં - 14 પ્લાન્ટ પ્લાન્ટ છે.

ભાજપના નેતાઓના આંતરિક વિવાદમાં સિદ્ધપુરનો ઓક્સિજન પ્લાન્ટ છિનવાયો
ભાજપના નેતાઓ સાથે ચર્ચા કરતાં જાણવા મળ્યું હતું કે સિદ્ધપુરના ભાજપના પૂર્વ મંત્રી અને અન્ય ભાજપના ઉચ્ચ નેતાઓ વચ્ચે લાંબા સમયથી આંતરિક વિવાદ ચાલે છે. ત્યારે મંત્રીએ પક્ષના નેતા સામે પડી લોકો માટે સિવિલ સિદ્ધપુરમાં જ બનાવડાવી હતી. પરંતુ ત્યારબાદ તેમાંથી તમામ સાધનો પણ પરત ધારપુરમાં લઈ ગયા છે. હવે આ પ્લાન્ટ પણ ભાજપના નેતાઓના આંતરિક વિવાદમાં છીનવાયો હોઈ શકે છે. આમ શહેરમાં ભાજપના નેતાઓના વિવાદમાં વિકાસ રૂંધાઇ ગયો હોવાનું લોક મુખે પણ ચર્ચાય છે. લોકોના જણાવ્યા પ્રમાણે સિદ્ધપુરમાં ઓક્સિજનનો પ્લાન્ટ રદ થતાં ઓક્સિજનની અછત સર્જાવાનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે.

શહેરમાં જ 47 લોકોએ જીવ ગુમાવ્યા છતાં તાલુકામાં સરકારી ચોપડે 22 જ મોત
દિવ્ય ભાસ્કર દ્વારા સિદ્ધપુરમાં કોરોનાથી કેટલા મોત થયા તે અંગે આંકડા તપાસતાં નગરપાલિકામાંથી કોરોનાથી નોંધાયેલ 47 મોતના આંક નોંધાયા હતા. આરોગ્ય વિભાગ પાસેથી આંકડા લેતાં તાલુકામાં કુલ 22 મોત થયા હોવાનું જણાવ્યું હતું.

જિલ્લા કલેક્ટર પણ ખુદ અજાણ
કલેકટરના અનેકવાર સંપર્ક કરવા છતાં સંપર્ક ન થતાં ડેપ્યુટી કલેકટર એન.ડી. પરમારને પૂછતાં તેમને પણ આ બાબતે કંઈ જાણ ન હોઈ વિષય સિવિલ સર્જનનો હોય તેમને માટે જણાવ્યું વધુ કંઈ કહેવાની ટાળ્યું હતું.

પ્લાન્ટ કેમ રદ થયો
સિદ્ધપુરમાં મંજુર થયા બાદ ઓક્સિજન પ્લાન્ટ રદ થતાં શહેરીજનો સવાલ ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...