ફરિયાદ:સિદ્ધપુર મામ. કચેરીમાંથી રેકર્ડ ગુમ થતાં કારકુન સામે ફરિયાદ

પાટણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખોલવાડાની સર્વે -280ના કાગળો ગૂમ થયા

સિદ્ધપુર મામલતદાર કચેરીમાંથી તાલુકાના ખોલલાડા ગામની જમીનના કેસનો રેકર્ડ ગૂમ થતાં કારકૂન સામે ફરિયાદ નોંધાઈ છે. સિદ્ધપુર મામલતદાર કચેરીમાં રેકર્ડ કારકુન તરીકે પી.જે. પાધ્યા ફરજ બજાવે છે. તેની ફરજ દરમ્યાન સિદ્ધપુર તાલુકાના ખોલવાડા ગામની સ.નં.280 ( જુનો 694 ) વાળી જમીન બિન ખેતિમાં તબદિલ કરવા કલેક્ટર કચેરી ખાતે અરજી કરતા નામંજુર કરવામાં આવ્યા હતો.

જેનાથી નારાજ થઈ અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં સ.નં.280 ( જુનો 694) લગત મામલતદાર વકૃષિપંચ, સિધ્ધપુરનો હુકમ તા.28/03/1988 નો હુકમના કાગળો તા. 23/12/2021 થી 27/12/2021 સુધી શોધ ખોળ કરતાં જે શોધખોળ દરમિયાન રેકર્ડ મળી આવ્યો ન હતો. અા અંગે મામલતદારઅે સિધ્ધપુર પોલીસ મથકે જવાબદાર સરકારી કર્મચારી કે અન્ય ઇસમ વિરુધ્ધ અને ત્યારબાદ તપાસમાં જે જવાબદાર મળી આવે તેના સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ અધિકારી પીઆઇ વી.સી.ગોસાઇએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...