મુશ્કેલીમાં:પાટણમાં સિદ્ધપુર ચોકડીએ વરસાદ સાથે ગટરનું પાણી ઉભરાતાં પરેશાની

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ સિદ્ધપુર ચોકડી પર હવે તિરૂપતિ બજાર શોપિંગ સેન્ટર વરસાદી પાણી ભરાઇ રહેતાં તેમજ ભૂગર્ભ ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. બંને પાણી ભેગા થવાથી સમગ્ર શોપિંગ સેન્ટરમાં દુર્ગંધ ફેલાઈ રહી છે. વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હોય સત્વરે સાફ-સફાઈ કરી સમસ્યા હલ કરવામાં આવે તેવી પાટણ નગરપાલિકા સમક્ષ માંગ કરવામાં આવી હતી.

પાટણ શહેરમાં સિદ્ધપુર ચોકડી નજીક નવીન ફ્લાય ઓવરબ્રિજ બની રહેલ હોય તેના ખોદકામને લઈ તિરૂપતિ બજારમાં આગળના ભાગે વરસાદી પાણી ભરાઇ જવાની સમસ્યા ઊભી થવા પામી છે. તેમજ રસ્તા ઉપર આવેલ ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ હોય છેલ્લા કેટલાક દિવસથી ગંદા પાણી ઉભરાઈ ને રસ્તા ઉપર રેલાઇ રહ્યા હોય બંને પાણી એકત્ર થતાં રસ્તા ઉપરથી પસાર થતાં ગ્રાહકો, રાહદારીઓ તેમજ દુકાનો આગળ કાદવ કીચડ ભરાઇ જતા શોપિંગ સેન્ટરમાં અવરજવર કરવા માટે ગ્રાહકો તેમજ વેપારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે.

ભારે દુર્ગંધ અને ગંદકીને લઇ ધંધા વેપારને પણ અસર થવા પામી છે. ત્યારે સત્વરે નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની સમસ્યા હલ કરી યોગ્ય સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...