અકસ્માત:રાજપુર નજીક વાહનની ટક્કરે સિદ્ધપુરના બાઈક ચાલકનું મોત

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત સર્જનાર ટ્રક હોવાનું તાલુકા પોલીસનું અનુમાન
  • કંબોઈ ગામે લોકાચાર જતાં અકસ્માત નડ્યો

પાટણ ચાણસ્મા હાઇવે રોડ પર રાજપુર ગામ નજીક અજાણ્યા વાહનચાલકે બાઈકને ટક્કર મારતાં ચાલકનું મોત થયું હતું. સિદ્ધપુર ગોકુલ યુનિવર્સિટીમાં ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા અને સિદ્ધપુર નવાવાસ તુરી બારોટ વાસમાં રહેતા અમરતભાઈ મગનલાલ તુરી બારોટ (ઉ.વ. 55) સોમવારે વહેલી સવારે બાઈક નંબર જીજે 24 એસી 3958 લઈને કંબોઈ ગામે લોકાચાર અર્થે નીકળ્યા હતા. ત્યારે પાટણથી ચાણસ્મા હાઇવે પર રાજપુર ગામ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમના બાઇકને પાછળથી ટક્કર મારતાં ચાલક અમરતભાઈ બારોટને ગંભીર ઈજાઓ પહોંચાડતાં સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.

અકસ્માતની જાણ માર્ગ પરથી પસાર થઈ રહેલા અન્ય વાહન ચાલકોને તેમજ આજુબાજુના લોકોને થતાં ઘટનાસ્થળે ટોળા ઉમટી પડ્યા હતા અને બનાવની જાણ પોલીસને કરાતા પોલીસે ઘટનાસ્થળે આવીપંચનામું કરી લાશને પીએમ અર્થે પાટણ સિવિલ ખસેડી ધરી હતી. પાટણ તાલુકા પીઆઈએ જણાવ્યું હતું કે ટ્રકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...