કાર્યવાહી:સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજીનો વીડિયો તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલાયો

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 નવેમ્બર બાદનો વીડિયો હશે તો કાર્યવાહી થઈ શકે છે : નોડલ ઓફિસર

સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર નો ગ્રામીણ વિસ્તારમાં સભા સંબોધન દરમિયાન આ દેશને મુસ્લિમ સમાજ જ બચાવી શકશે તેવા નિવેદન વાળો કથિત વિડિયો વાયરલ થતા આ મામલે ભાજપ દ્વારા ચૂંટણી વિભાગને આચાર સહિતાભંગની રજૂઆત કરતા ચૂંટણી વિભાગ દ્વારા વિડીયો કયા સમયનો છે તેની પુષ્ટિ માટે ફોરેન્સિક લેબમાં મૂકી તપાસ શરૂ કરવામાં આવી છે. આ વિડીયો મામલે ધારાસભ્ય ચંદનજી ઠાકોરે જુના વીડિયોમાં એડિટિંગ કરી બદનામ કરવા ખોટો વિડિયો વાયરલ કરાયો હોવાનું નિવેદન આપ્યું હતું.

ગાંધીનગર ભાજપ કમલમમાંથી પાટણ ચૂંટણી વિભાગમાં ધારાસભ્યના નિવેદનમાં આચારસંહિતા ભંગ થતો હોવાની રજૂઆત કરવામાં આવતા પાટણ ચૂંટણી વિભાગના આચારસંહિતા નોડલ ઓફિસર દ્વારા સિધ્ધપુર વિધાનસભા ચૂંટણી અધિકારીને વીડિયો મામલે તપાસ સોંપવામાં આવી છે.આ વિડીયો કયા સમયનો ક્યાં સ્થળનો અને વિડિયો સાચો છે કે ખોટો તે મામલે તપાસ કરી રીપોર્ટ સોંપવા સૂચના અપાઇ છે. રિપોર્ટ બાદ આ મામલે ચૂંટણી આચારસંહિતા નોડલ ઓફિસર દ્વારા ફરિયાદ નોધવી કે કેમ તે મામલે નિર્ણય લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...