માનવતા:સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ પાટણ દ્વારા કોરોના દર્દી અને તેના સગા સંબંધી માટે નિઃશુલ્ક ભોજન સેવા શરૂ કરાઈ

પાટણ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
સિદ્ધહેમ સેવા ટ્રસ્ટની માનવતાભરી કામગીરી - Divya Bhaskar
સિદ્ધહેમ સેવા ટ્રસ્ટની માનવતાભરી કામગીરી
  • બુધવારથી ક્રિષ્ના ગૃપ પાટણ દ્વારા કોરોના કેર ફ્રી ટિફીન સેવાનો પ્રારંભ કરાશે

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલની પ્રેરણાથી કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખીને પાટણની ધારપુર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પીટલ (કોવીડ-19) ખાતે કોરોના સંક્રમિત દર્દીઓને તેમજ દર્દીઓના સગા-સબંધીઓને નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા સિધ્ધહેમ સેવા ટ્રસ્ટ દ્વારા મંગળવારના રોજ કરવામાં આવી છે.

સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલી ભોજન વ્યવસ્થાનો પ્રારંભ પાટણ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત દર્દીઓના સગા સંબંધીએ આ ભોજન વ્યવસ્થાનો લાભ લઇ સિદ્ધહેમ સેવા ટ્રસ્ટની સેવાકિય પ્રવૃત્તિને સરાહનિય લેખાવી હતી.

આ ભોજન સેવામાં સિદ્ધહેમ સેવા ટ્રસ્ટનાં સ્નેહલભાઈ પટેલ, જયરામભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રીમતી દિપમાલાબેન ભાવિકભાઈ પટેલ, રોહિતભાઈ પટેલ, નરેશભાઈ પરમાર, મહેન્દ્રભાઈ પરમાર, રાહુલભાઈ પટેલ સહિતનાં સેવાભાવી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

લાભ માટે નંબર જાહેર કર્યા
સિદ્ધહેમ સેવા ટ્રસ્ટની આ પ્રવૃત્તિની જેમ ક્રિષ્ના ગૃપ પાટણ દ્વારા પણ બુધવારથી કોરોના કેર ફ્રી ટિફીન સેવા કોરાના દર્દી અને તેની સાથે રહેતાં વ્યક્તિ માટે પાટણના પૂર્વ ધારાસભ્ય રણછોડ દેસાઈની ઉપસ્થિતિમાં શરૂ કરવામાં આવનાર છે. ત્યારે આ ફ્રિ ટિફીન સેવાનો લાભ લેવા ઈચ્છતા કોરોના દર્દી સહિત તેની સાથેનાં વ્યક્તિએ કિરણભાઈ દિગડી મોં.9979058351, ધવલભાઈ દેસાઈ મોં.8511202478 અને ક્રિષ્ના ગૃપ મોં.9898051852 ઉપર સંપર્ક કરવો અથવા ધારપુર હોસ્પિટલ સામે આવેલી સોપાન પ્લાઝા દુકાન નં 4/5 ઉપર રૂબરૂ મળવાથી આ સેવા પુરી પાડવામાં આવશે તેવું ક્રિષ્ના ગૃપ પાટણનાં સભ્યોએ જણાવ્યું છે.

ભગવતી કાઠિયાવાડી હોટલ દર્દીઓને ટિફિન પાર્સલ મફતમાં આપશે
પાટણની ભગવતી કાઠીયાવાડી હોટેલ દ્વારા મહામારીના સમયમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓને મદદરૂપ થવાના આશયથી ધારપુરમાં દાખલ દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને મફતમાં ટિફિન પાર્સલ સેવા શરૂ કરવાનું આયોજન કર્યું છે.આગામી 20 એપ્રિલથી હોટેલ દ્વારા જે પણ જરૂરીયાતમંદ દર્દીઓ હશે તે લોકોને ભોજન પાર્સલ કરીને તેમના સુધી પહોંચાડાશે.

અન્ય સમાચારો પણ છે...