તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પારાયણનું આયોજન:પાટણનાં નગરદેવી કાલિકા માતા મંદિરે આજે શુક્લ યજુર્વેદ પારાયણ

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વ શાંતિ અને કલ્યાણ માટે પારાયણનું આયોજન કરાયું
  • આજે સવારથી સાંજ સુધી ડાકોરના વેદાચાર્ય પારાયણનું કંઠસ્થ કરાવશે

પાટણના પ્રાચીન શ્રી કાલિકા માતાજી મંદિરમાં શુક્રવારે 13 ઓગસ્ટે વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણ માટે વેદ પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નગરદેવી કાલિકા માતાના સન્મુખ સવારે 08:00 થી સાંજના 06:00 સુધી અવિરત પારાયણ ચાલશે. મંદિરના પૂજારી અશોકભાઈ વ્યાસ જણાવ્યુ કે નગરદેવી સન્મુખ શુકલ યજુર્વેદ સંહિતાના 1975 મંત્રોનું ડાકોર નિવાસી વેદાચાર્ય જીગ્નેશભાઈ કંઠસ્થ પારાયણ કરશે. તદુપરાંત તેમના પુત્ર અવધૂતભાઈ વેદગાન કરશે.

વેદોના મુખ્ય મંત્રોનું આકલન કરીને જે ગ્રંથ રચાયો છે તેને સંહિતા કહેવાય છે .શુકલ યજુર્વેદ સહીતાનો છેલ્લો અધ્યાય ઇશાવાસ્ય ઉપનિષદ કહેવાય છે, જેનો મંત્રોચાર સાંજે છ વાગ્યા પહેલા કરવો પડે. વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિના પારાયણમાં પધારવા માટે નગરજનોને આમંત્રીત કરવામાં આવ્યા છે. આજે દિવસભર પારાયણ ચાલશે.

અન્ય સમાચારો પણ છે...