ધાર્મિક:પાટણનાં નગરદેવી કાલિકા માતા મંદિરે વિશ્વ શાંતિ અને કલ્યાણ માટે શુક્લ યજુર્વેદ પારાયણ શરૂ

પાટણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણના શહેરના નગરદેવી પ્રાચીન શ્રી કાલિકા માતાજી મંદિરમાં આજે શુક્રવારે સવાર થી વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણ માટે વેદ પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નગરદેવી કાલિકા માતાના સન્મુખ શુક્રવારે સવારે 08:00 થી સાંજના 06:00 સુધી અવિરત પારાયણ ચાલી રહી છે.

મંદિરના પૂજારી અશોકભાઈ વ્યાસ જણાવ્યું કે નગરદેવી સન્મુખ શુકલ યજુર્વેદ સંહિતાના 1975 મંત્રોનું ડાકોર નિવાસી વેદાચાર્ય જીગ્નેશભાઈ કંઠસ્થ પારાયણ કરી રહ્યા છે . તદુપરાંત તેમના પુત્ર અવધૂતભાઈ વેદગાન જોડ્યા હતા.

વેદોના મુખ્ય મંત્રોનું આકલન કરીને જે ગ્રંથ રચાયો છે તેને સંહિતા કહેવાય છે .શુકલ યજુર્વેદ સંહિતાનો છેલ્લો અધ્યાય ઇશાવાસ્ય ઉપનિષદ કહેવાય છે , જેનો મંત્રોચાર સાંજે છ વાગ્યા પહેલા કરવો પડે . વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિના પારાયણમાં નગરજનોને પણ જોડાયા હતા . આજે દિવસભર પારાયણ ચાલશે.

અન્ય સમાચારો પણ છે...