તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાટણના પંચાસરા જૈન મંદિર પાસે આવેલ ત્રિસ્તુતીક જૈન ઉપાશ્રય જૈન સંઘના સદસ્યોએ ઉપાશ્રયમાં બિરાજમાન જૈનાચાર્ય રાષ્ટ્રસંત શ્રીમદ્ વિજય જયન્તસેન સૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિરાજ ચારિત્રરત્ન વિજયજી મહારાજનાં આશીર્વાદ ગ્રહણ કરીને બે દિવસીય રાજસ્થાન યાત્રા પ્રવાસ માટે પ્રસ્થાન કર્યું હતું. જેઓ જીરાવલા જૈન તીર્થનાં દર્શન કરીને રાજસ્થાનનાં જાલોર જિલ્લા આવેલ સિયાણા મુકામે દિક્ષા મુહૂર્ત લેવા જશે .પાટણના ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં બે વર્ષ થી રહીને મુનિરાજનાં સાન્નિધ્યમાં જૈન ધર્મનું અધ્યયન કરી રહેલ મઘ્યપ્રદેશના ધાર જિલ્લા નિવાસી શુભમ જૈનની દિક્ષાનું મુર્હૂત લેવા માટે આવ્યા હતા.
તેઓના પરીવારજનો સિયાણા મુકામે આવનાર છે. તેમની સાથે પાટણના યાત્રિકો પણ ઉપસ્થિત રહીને ત્રિસ્તુતિક જૈનાચાર્ય ગચ્છાધિપતિ નિત્યસેન સૂરીજી અને આ. જયરત્ન સૂરીશ્વરજી મહારાજના હસ્તે શુભમ જૈનના દિક્ષાનું મુર્હૂત ગ્રહણ કરશે. ત્યાર બાદ જૈનાચાર્ય રાષ્ટ્રસંત શ્રીમદ્ વિજય જયન્તસેન સૂરીશ્વરજી મહારાજના સમાધી સ્થળ એવા ભાન્ડવપુર તીર્થનાં દર્શન કરીને યાત્રાની પુર્ણાહુતી કરશે. આ કાર્યક્રમમાં નીતિનભાઇ, કમલેશભાઈ, હસમુખભાઈ, અલકેશભાઈ તેમજ દિક્ષાર્થી ભાઈને પાટણમાં અઘ્યયન કરાવનાર જૈન પંડિત ચંદ્રકાંતભાઈ અને રાજુભાઈ સહિત અનેક ભાઈ બહેન જોડાયા છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.