તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેતીની વાત:પાટણ જિલ્લામાં બીટી કપાસના વાવેતરના શ્રી ગણેશ, ચાર હજારથી વધું હેક્ટરમાં વાવેતર થયું

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હાલમાં પણ પુર જોશમાં વાવેતર કરવાનું કામ ચાલી રહ્યું છે - Divya Bhaskar
હાલમાં પણ પુર જોશમાં વાવેતર કરવાનું કામ ચાલી રહ્યું છે
  • જિલ્લામાં 20થી 22 હજાર હેક્ટરમાં બીટી કપાસનું વાવેતર થાય છે: ખેતીવાડી અધિકારી

પાટણ જિલ્લામાં ચોમાસું સિઝન નજીક આવતા જિલ્લાના ખેડૂતો ખરીફ સિઝનના વાવેતરની પૂર્વ તૈયારીમાં લાગી ગયા છે. સાથે સાથે દર વર્ષની જેમ ચોમાસ અગાઉ ખેડૂતોએ બીટી કપાસનું વાવેતર શરૂ કરી દીધું છે અને અત્યાર સુધીમાં જિલ્લા 4448 હેક્ટરમાં વાવેતર કર્યું છે.

જિલ્લામાં ચોમાસું સિઝન શરૂ થવાના આડે માત્ર ગણતરીનાં દિવસો બાકી રહ્યાં છે, ત્યારે જિલ્લાના ખેડૂતો દ્વારા ખરીફ સિઝનના વાવેતર માટે પોતાના ખેતરોને ટ્રેકટર વડે ખેડીને તેમાં છાણીયા ખાતર ભરીને વાવેતર શરૂ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ જે વિસ્તારોમાં સિંચાઈની સુવિધા છે ત્યાં ખેડુતો દ્વારા બીટી કપાસની વાવણી શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં ખેડૂતોએ કુલ 4480 હેક્ટર વાવેતર કર્યું છે અને હાલમાં પણ પુર જોશમાં વાવેતર કરવાનું કામ ચાલી રહ્યું છે. જિલ્લામાં દર વર્ષ કુલ 30 હજાર હેક્ટર જેટલું બીટી કંપાસનું વાવેતર થાય છે .

પાટણ જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ચોમાસુ વહેલુ શરુ થાય તેવી શક્યતા છે. ત્યારે ખેડુતોએ દિવેલા અને કપાસના પાકનું વાવેતર કરે તો આ પાકની વચ્ચે કઠોળ પાકનુ વાવેતર કરવાથી જમીન ફળદ્રુપ રહે છે તેમજ કઠોળના વાવેતરથી સારી આવક પણ મળે છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, બીટી કપાસમાં ગાલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળે છે ત્યારે ખેડુતોએ આ જીવાતનો ઉપદ્રવ ટાળવા માટે પોતાના ખેતરમાં કેરોઝન ટ્રેપ ગોઠવીને મોજણી નિગાહ માટે આગળનુ આયોજન કરવુ જોઇએ. જિલ્લામાં 20થી 22 હજાર હેકેટરમાં બીટી કપાસનું વાવેતર થાય છે.

કયા તાલુકામાં કેટલું વાવેતર
ચાણસ્મામાં-2200 હેક્ટર, હારીજમાં-800 હેક્ટર, પાટણમાં-700 હેક્ટર, રાધનપુરમાં-180 હેક્ટર, સમીમાં-10 હેક્ટર, સાંતલપુરમાં-30 હેક્ટર, સરસ્વતીમાં-370 હેક્ટર અને સિદ્ધપુર-210 હેક્ટર મળી જિલ્લામાં કુલ 4480 હેક્ટરમાં બીટી કપાસનું વાવેતર થયું છે.

અન્ય સમાચારો પણ છે...