• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Shraddhabher Celebration Of 22nd Patotsav Of Goga Maharaj Temple In Chanasma, Laghurudra, Recitation Of Vishnu Sahastranam, Navchandi Yajna Was Organized

પાટોત્સવની ઉજવણી:ચાણસ્મામાં ગોગા મહારાજ મંદિરના 22મા પાટોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી, લઘુરૂદ્ર, વિષ્ણુસહસ્ત્રનામ પાઠ, નવચંડી યજ્ઞનું આયોજન કરાયું

પાટણ4 મહિનો પહેલા
  • ગોગા મહારાજને શિયાળુ પાકનો અન્નકૂટ ધરાવાયો
  • પૂર્ણાહુતિ પ્રસંગે વૈદિક મંત્રોચ્ચાર, જયઘોષ અને પુષ્પવર્ષા સાથે ધજા ચડાવાઇ

ચાણસ્માના જૂના નેસડામાં બિરાજમાન સદીઓ જૂના ભગવાન શેષ નારાયણ ગોગા મહારાજના મંદિરનો ત્રિ-દિવસીય 22મો પાટોત્સવ આજે બુધવારે ભારે ઉમંગ અને ઉલ્લાસભર્યા માહોલ વચ્ચે સંપન્ન થયો હતો.

સ્વ. અમથાભાઇ જોરાભાઇ દેસાઇ પરિવારના યજમાન પદે યોજાયેલા પાટોત્સવ નિમિત્તે ગોગા મહારાજનો લઘુરૂદ્ર, વિષ્ણુસહસ્ત્રનામ પાઠ, જેઠી-સિકોતર માતાજીનો પાઠાત્મક અને હોમાત્મક નવચંડી યોજાયો હતો. જેમાં બેસવાનો લાભ ભુવાજી મહેન્દ્રભાઇ દેસાઇએ લીધો હતો. તેમજ પરેશ દેસાઇ દ્વારા ગોગા મહારાજને શિયાળુ પાકનો ભોગ ધરાવાયો હતો. પૂર્ણાહુતિ પ્રસંગે વૈદિક મંત્રોચ્ચાર સાથે ધજાની પૂજા-અર્ચના બાદ જયઘોષ અને પુષ્પવર્ષા સાથે ધજા ચડાવાઇ હતી.

આ ધર્મોત્સવ પ્રસંગે ધરમોડાના ભુવાજી શાહરભાઇ દેસાઇ, અગ્રણી શંકરજી ઠાકોર, મનુભાઇ રબારી, ગેમરભાઇ દેસાઇ, એડ્વોકેટ બિપીન ખટાણા, બાબુલાલ બાલિસણા સહિત માલધારી સમાજના આગેવાનો અને નગરજનોએ હાજર રહી કોરોના ગાઇડ લાઇન મુજબ દર્શન તેમજ પ્રસાદનો લાભ લીધો હતો. શ્રદ્ધાળુઓનું સમસ્ત ગોગા મહારાજ ખાંભલ્યા પરિવાર વતી પરેશ દેસાઇ, પુજારી હસમુખપુરી ગોસ્વામી સહિતે સ્વાગત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...