• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Shraddha Suman Was Dedicated On The Death Anniversary Of Maulana Abul Kalam Azad, The First Education Minister Of Independent India.

પૂણ્યતિથિ:આઝાદ ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદની પૂણ્યતિથિએ શ્રદ્ધા સુમન સમર્પિત કરાયા

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

11મી નવેમ્બર શુક્રવારના રોજ આઝાદ ભારત ના પ્રથમ શિક્ષણ મંત્રી અને આઝાદી ના લડવૈયા એવા મૌલાના અબુલ કલામ આઝાદની 135 મી જન્મ જયંતી હોઈ પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટ દ્વારા મૌલાના અબુલ કલામ આઝાદને ખીરાજે અકીદત પેશ કરી શ્રદ્ધાંજલી પાઠવવા માં આવી હતી.

આ શ્રધ્ધાંજલિ કાર્યક્રમ પ્રસંગે સમગ્ર દેશબાંધવો ને એકતા અને ભાઈચારા ની ભાવના સ્થાપી આવા મહાન પુરુષો ના આદર્શો ને અનુસરી ને પોતાના પરિવાર,સમાજ અને સમગ્ર દેશ નું નામ વિશ્વ ફલક પર ગતિમાન કરવા સંદેશ પાઠવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પાટણ જિલ્લા કોગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર,પાટણ જિલ્લા કોંગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટ ના મંત્રી ભૂરાભાઈ સૈયદ, જિલ્લા કોંગ્રેસ મંત્રી ઉસ્માન ભાઈ શેખ, યાસીન મીરઝા, યુસુફખાન બલોચ, જમાલ ભાઈ સોદાગર,નજીર મહંમદ મકરાણી, શરીફ ભાઈ પીરજાદા,ધનાજી ઠાકોર વગેરે કોંગ્રેસ ના હોદ્દેદારો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી શ્રધ્ધા સુમન સમર્પિત કયૉ હતાં.

અન્ય સમાચારો પણ છે...