ઉત્સાહનો માહોલ:દિવાળની પૂર્વ સંધ્યાએ પાટણમાં ખરીદી જામી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટણના પૌરાણિક શ્રી કાળ ભૈરવ મંદિરને કાળી ચૌદશ નિમિત્તે સુંદર રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. - Divya Bhaskar
પાટણના પૌરાણિક શ્રી કાળ ભૈરવ મંદિરને કાળી ચૌદશ નિમિત્તે સુંદર રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.
  • કાળી ચૌદશે પાટણના મહાકાળી મંદિર, હનુમાનજી મંદિર તેમજ ભૈરવ મંદિરે ભક્તો ઊમટ્યા
  • કાળી ચૌદશે સોના, ચાંદી અને કરિયાણા બજાર સહિત ફૂટવેર-રેડિમેડ અને મિઠાઈ બજારમાં તેજી જણાઈ

વનવાસ અને રાવણ વધ બાદ ભગવાન શ્રી રામનું અયોધ્યામાં આગમન થયું હતું તે દિવસ એટલે દિપોત્સવ, અયોધ્યવાસીઓ દ્વારા દીવડા પ્રગટાવીને ખુશીઓ પ્રગટ કરી હતી. જે દર વર્ષે આ પર્વ રૂપે ઉજવાઈ રહ્યું છે. જેમાં ધનતેરસના દિવસ અને રાત્રીના મૂર્હતોમાં ધન પૂજન અને લક્ષ્મી પૂજન કરાયા હતા. બુધવારે કાળી ચૌદશના પાવન પ્રસંગે દર્શન ઉપરાંત તંત્ર મંત્રની સાધના પણ કરવામાં આવી હતી. સાથે દીપાવલી પર્વને લઇ ઉત્સાહ પૂર્ણ માહોલ બની રહ્યો હતો. કાળી ચૌદશે બજારમાં ખરીદીનો માહોલ રહ્યો હતો. ખાસ કરીને મીઠાઈ બજારમાં સારો રહ્યો હતો.

બુધવારે કાળી ચૌદશે શહેરના મહાકાળી મંદિર અને હનુમાનજી મંદિર તેમજ ભૈરવ મંદિરમાં દર્શન માટે ધસારો રહ્યો હતો. આ ઉપરાંત શાંતિપૂર્ણ સૌહાર્દ પૂર્ણ પારિવારિક જીવન માટે કકળાટ કાઢવાની પરંપરા પણ ઘરે ઘરે જાળવવામાં આવી હતી. તંત્ર મંત્રની આરાધના અને જાપ મંદિરો અને ઘર મંદિરોમાં થયા હતા. કાળી ચૌદસના ધાર્મિક મહાત્મય સાથે વેપાર રોજગારમાં ઉત્સાહનો માહોલ બની રહ્યો હતો.

દીપાવલીની ઉજવણી માટે વાઘબારસ અને ધનતેરસના રોજ ખરીદી ન કરી શકેલા શહેરી અને ગ્રામીણ લોકોનો સારો શહેરના બજારોમાં જોવા મળ્યો હતો. જ્વેલર્સમાં બુધવારે આરામનો માહોલ હતો. જોકે ફુટવેર રેડીમેડ તેમજ લાઇટ ડેકોરેશનની ચીજ વસ્તુઓની માંગ રહી હતી. દિવાળીના અવસરે છેલ્લા દિવસે મોટેભાગે શહેરી વિસ્તારની ઘરાકી દુકાનોમાં રહેતી હોય છે. જ્વેલર્સ વિપુલભાઈના જણાવ્યા મુજબ પુષ્ય નક્ષત્ર અને ધનતેરસ આ બે મોટા દિવસો હોય છે. આ પછી આજે માહોલ રૂટીન થઈ ગયો હતો.

નગરપાલિકામાં લાભપાંચમ સુધી રજા રહેશે
પાટણ નગરપાલિકામાં ધન તેરસના રોજ બપોર પછી રજા રહી હતી. કાળી ચૌદશના રોજ પાલિકા ચાલુ રહી હતી જોકે દિવાળીથી લાભપાંચમ સુધી દિવાળી વેકેશન પાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...